મેહુલ ચોકસીને ડોમિનિકાથી લાવવા માટે ભારતે મોકલ્યું ખાસ જેટ વિમાન, જાણો કેટલો થશે ખર્ચ
પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીને ડોમિનિકાથી ભારત પરત લાવવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ત્યારે કોર્ટ પાસેથી ભારત લાવવાની મંજૂરી મળતા જ ચોકસીને તરત અહીં લાવવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીને ડોમિનિકાથી ભારત પરત લાવવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ત્યારે કોર્ટ પાસેથી ભારત લાવવાની મંજૂરી મળતા જ ચોકસીને તરત અહીં લાવવામાં આવશે. તેના માટે ભારતે તૈયારી કરી લીધી છે. ભારત તરફથી બોમ્બાર્ડિયર ગ્લોબલ જેટ 500 ડોમિનિકા પહોંચી ગયું છે. આ વિમાન ડોમિનિકાના ચાર્લ્સ ડગલસ એરપોર્ટ પર તૈનાત છે.
આ એક પ્રાઈવેટ જેટ છે જે પહેલા કતરથી દિલ્હી લાવવામાં આવ્યું. ત્યારબાદ તેણે ઉડાન ભરી. દિલ્હીથી ઉડાન ભર્યા બાદ પ્લેન સ્પેનની મેડ્રિડમાં રોકાયું અને ત્યારબાદ ડોમિનિકા પહોંચ્યું છે. બોમ્બાર્ડિયર ગ્લોબલ જેટ 500 તે પ્લેન છે, જેનો ઉપયોગ દુનિયાના શક્તિશાળી લોકોથી લઇને મોટા સ્ટાર કરે છે. 13 લોકોની કેપેસિટીવાળું આ પણ પ્લેન જાતે ઉડતા મહેલ જેવું છે. જ્યાં તમામ સુવિધાઓ ઉપલ્બધ છે. પ્લેનની દરેક ઉડાન કઈ મોટા મિશનનો ઇશારો કરે છે.
આ પ્લેનમાં ભારતથી લગભગ 8 અધિકારીઓની ટીમ રવાના થઈ છે. મેહુલ ચોકસીને ભારત લાવવાની જવાબદારી સીબીઆઈની મહિલા અધિકારી શારદા રાઉતને સોંપવામાં આવી છે. આઇપીએસ શારદા રાઉતે પીએનબી મામલે તાપસની આગેવાની કરી હતી. ડોમિનિકા પહોંતી ટીમમાં સીબીઆઇ, પ્રવર્તન નિર્દેશાલય અને સીઆરપીએફના બે-બે સભ્યો સામેલ છે.
કેટલું મહત્વનું છે ચોકસીને પરત લાવવું?
મેહુલ ચોકસીને પરત લાવવા માટે બોમ્બાર્ડિયર ગ્લોબલ જેટ 500 ને મોકલવામાં આવ્યું છે. તેના એક કલાકનું ભાડુ 8.46 લાખ રૂપિયા છે. ભારતથી એન્ટીગુઆ જવામાં 16 થી 17 કલાકનો સમય લાગે છે. આ પ્લેનનો એન્ટીગુઆ જવાનો ખર્ચ 1.35 કરોડથી 1.43 કરોડની વચ્ચે છે. પરંતુ તેના પરત આવવાનો ખર્ચ 2.7 કરોડથી 2.87 કરોડ પહોંચી શકે છે. જો આવવા જવાનો ખર્ચ ભેગો કરીએ તો આ ખર્ચ 4.05 કરોડથી 4.29 કરોડની વચ્ચે થાય છે. આ પ્લેન માટે દરેક દેશને 5.11 લાખ રૂપિયા ફ્લાઈન્ગ ચાર્જ આપવો પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે