World Cup 2019: માતાને ચિંતા ન થાય તે માટે બોલ વાગ્યા બાદ તાત્કાલિક ઊભો થઈ ગયો આ બેટ્સમેન

શાહિદી જ્યારે 24 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ફાસ્ટ બોલર માર્ક વુડનો 90 માઇલ પ્રતિ કલાકની ઝડપથી ફેંકેલો બોલ તેના હેલમેટ પર વાગ્યો અને તે જમીન પર પડી ગયો હતો. 
 

World Cup 2019: માતાને ચિંતા ન થાય તે માટે બોલ વાગ્યા બાદ તાત્કાલિક ઊભો થઈ ગયો આ બેટ્સમેન

માનચેસ્ટરઃ અફઘાનિસ્તાનનો બેટ્સમેન હશમતુલ્લાહ શાહિદીએ કહ્યું કે, મંગળવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વ કપના મુકાબલામાં બોલ હેલમેટ પર લાગવાથી મેદાન પર પડ્યા બાદ તે તરત ઉભો થઈ ગયો કારણ કે, તેની માતા ચિંતામાં આવી શકતા હતા. 

શાહિદી જ્યારે 24 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ફાસ્ટ બોલર માર્ક વુડનો 90 માઇલ પ્રતિ કલાકની ઝડપથી ફેંકેલો બોલ તેના હેલમેટ પર વાગ્યો અને તે જમીન પર પડી ગયો હતો. તેવું લાગી રહ્યું હતું કે, 24 વર્ષનો આ બેટ્સમેન રિટારર્ડ થશે પરંતુ તેણે હેલમેટ બદલાવીની બેટિંગ ચાલુ રાખી અને તે ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. પરંતુ તેની 76 રનની ઈનિંગ બાદ પણ અફઘાનિસ્તાનની ટીમ 150 રનથી હારી ગઈ હતી. 

માતાને દુખી જોવા ઈચ્છતો નથી
ટૂર્નામેન્ટમાં પાંચ મેચોમાં ટીમની પાંચમી હાર બાદ શાહિદીએ કહ્યું, 'હું મારી માતાને કારણે સીધો ઉભો થઈ ગયો. પાછલા વર્ષે મારા પિતાનું નિધન થયું હતું અને હું માતાને દુખી જોવા ઈચ્છતો નથી. મારો પરિવાર આ મેચ જોઈ રહ્યો હતો, મારા મોટા ભાઈ હાજર હતા. હું ઈચ્છતો નતો કે તે દુખી થાય.'

રાષ્ટ્રપતિ પણ હતા હાજર
આ મેચને જોવા માટે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પણ ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં હાજર હતા. 

ડોક્ટરોએ આપી આ સલાહ
શાહિદીની બેટિંગ ચાલુ રાખવાનો નિર્ણય તે વાત પર સવાલ ઉઠાવી રહ્યો છે કે, આઈસીસી માથાની ઈજાનો કઈ રીતે ઉકેલ લાવી રહી છે. શાહિદીને ડોક્ટરોએ મેદાન છોડવાની સલાહ આપી હતી. 

શાહિદીએ કહ્યું, 'આઈસીસીના ડોક્ટર અને અમારી ટીમના ફિઝિયો મારી પાસે આવ્યા અને મારૂ હેલમેટ વચ્ચેથી તૂટી ગયું હતું. તેણે મને બહાર જવાનું કહ્યું પરંતુ મેં કહ્યું કે, હું આ સ્થિતિમાં માટી ટીમને ન છોડી શકું. ટીમને મારૂ જરૂર છે. મેં બેટિંગ કરવાનું ચાલું રાખ્યું.' તેણે કહ્યું, મેચ બાદ હું ફરીથી આઈસીસીના ડોક્ટર પાસે ગયો. તેણે મને કહ્યું કે, બધુ યોગ્ય થઈ જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news