World Cup 2019: ભારતને મોટો ઝટકો, શિખર ધવન વિશ્વકપમાંથી બહાર

શિખર ધવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 જૂને સદી ફટકારી હતી. તેને આ મેચમાં ઈજા થઈ હતી. 
 

World Cup 2019: ભારતને મોટો ઝટકો, શિખર ધવન વિશ્વકપમાંથી બહાર

નવી દિલ્હીઃ વિશ્વ કપ 2019મા શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. શિખર ધવનના સ્થાને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ધવનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન પેટ કમિન્સના બોલ પર ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. તેણે આ દરમિયાન 109 બોલમાં 117 રન ફટકાર્યા હતા. 

— BCCI (@BCCI) June 19, 2019

એક્સ-રેમાં ફ્રેક્ચર ન આવ્યું પરંતુ સીટી સ્કેલનથી ખ્યાલ આવ્યો કે ધવનને હેરલાયન ફ્રેક્ચર છે. યુવા વિકેટકીપર રિષભ પંતને પહેલા ધવનના કવરના રૂપમાં ઈંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યો છે. તે માનચેસ્ટર પહોંચ્યો હતો અને પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા ટીમ સાથે જોડાઈ ગયો હતો. 

ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વિશ્વકપ 2019માથી બહાર થઈ ગયો છે કારણ કે તે ટૂર્નામેન્ટના બાકી બચેલા સમયમાં ફિટ થઈ શકશે નહીં. ધવનને પહેલા ઈજાને કારણે બે સપ્તાહ માટે બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે વિશ્વકપમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. 

ધવન વિશ્વકપમાં આગળ ભાગ લેવાની સ્થિતિમાં નથી. આ પહેલા ભારતના સહાયક કોચ સંજય બાંગરે કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ શિખર ધવનને વિશ્વકપમાંથી બહાર કરવા ઈચ્છતું નથી અને તેની રિક્વરી પર નજર રાખવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news