IPL 2022: આઈપીએલ 2022ને લઈને બીસીસીઆઈએ જાહેર કર્યા નવા નિયમ, જાણો શું થયા ફેરફાર
આઈપીએલની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને નવા નિયમો જાહેર કર્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ 26 માર્ચથી શરૂ થઈ રહેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2022) ને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવા નિયમ જાહેર કર્યાં છે. આ નવા નિયમોમાં ટીમોની પ્લેઇંગ ઇલેવનથી લઈને ડીઆરએસ સુધીના નિયમ સામેલ છે. બીસીસીઆઈએ લીગની 15મી સીઝન માટે સોમવારે નવા નિયમ જાહેર કર્યા છે. તેમાં સૌથી મુખ્ય કોઈ ટીમમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકાય છે.
જો ટીમ અંતિમ ઇલેવન તૈયાર ન કરી શકે તો તે મેચને બાદમાં ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. જો બાદમાં પણ મેચ ન થઈ શકે તો પછી મામલાને ટેકનીકલ સમિતિની પાસે મોકલવામાં આવશે. આ સિવાય લીગ દરમિયાન દરેક ઈનિંગમાં બે ડીઆરએસ હશે. આઈપીએલ 2022ના પ્રથમ મુકાબલામાં 26 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો બે વખતની ચેમ્પિયન કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે થશે.
#IPL2022 will see major changes to the playing conditions, the most prominent of them being an alteration to the rule about the inability to field a XI because of any kind of COVID situation in a team.@vijaymirror ✍️#IPLhttps://t.co/YpCT7JqgDD
— Cricbuzz (@cricbuzz) March 14, 2022
ક્રિકબઝે બીસીસીઆઈના હવાલાથી કહ્યું- બોર્ડ પોતાના વિવેક પર બાદમાં મેચને બીજીવાર આયોજિત કરવાનો પ્રયાસ કરશે. જો તેમ ન થાય તો મામલાને આઈપીએલ ટેકનીકલ કમિટિની પાસે મોકલવામાં આવશે. આઈપીએલ તકનીકી સમિતિનો નિર્ણય અંતિમ હશે, જેને બધાએ માનવો પડશે. આ પાછલા નિયમની જેમ જ છે, તેમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. પાછલા નિયમમાં કહેવામાં આવ્યું હતું કે બોર્ડ બાદમાં મેચને રિશેડ્યૂલ કરવાનો પ્રયાસ કરશે. જો તેમ સંભવ ન થાય તો પ્રભાવિત ફ્રેન્ચાઇઝીને હારેલી માનવામાં આવશે અને તેની વિરોધી ટીમને બે પોઈન્ટ આપી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ આ ભારતીય ક્રિકેટરે કર્યા સૌ કોઈને આશ્ચર્યચકિત, શ્રીલંકા સીરિઝ વચ્ચે કરી નિવૃત્તિની જાહેરાત
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022નો બીજો સૌથી મહત્વપૂર્ણ ફેરફાર ડીઆરએસને લઈને છે. આ નિયમ અનુસાર બીસીસીઆઈ પ્રમાણે દરેક ઈનિંગમાં ડીઆરએસની સંખ્યા એકથી વધારીને બે કરવામાં આવી છે. બીસીસીઆઈએ હાલમાં આવેલા મૈરીલેબોન ક્રિકેટ ક્લબના સુચનના સમર્થનમાં આ નિર્ણય લીધો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નવા બેટરે સ્ટ્રાઇક પર આવવું પડશે, ભલે બેટર કેચ દરમિયાન ક્રીઝની વચ્ચે કેમ ન હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે