Shane Warne: શું કોવિડ રસીના કારણે શેન વોર્નનું મોત થયું? ડોક્ટરના નિવેદને બધાને ચોંકાવ્યા

Shane Warne News: બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના અગ્રણી હ્રદય રોગ વિશેષજ્ઞ અને એક ઓસ્ટ્રેલિયન ડોક્ટરે કહ્યું કે તેમને એવી આશંકા છે કે ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શેન વોર્નનું ગત વર્ષે અચાનક થયેલા મોતનું કારણ કોવિડની એમઆરએનએ રસી હોઈ શકે છે

Shane Warne: શું કોવિડ રસીના કારણે શેન વોર્નનું મોત થયું? ડોક્ટરના નિવેદને બધાને ચોંકાવ્યા

Shane Warne News: બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના અગ્રણી હ્રદય રોગ વિશેષજ્ઞ અને એક ઓસ્ટ્રેલિયન ડોક્ટરે કહ્યું કે તેમને એવી આશંકા છે કે ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શેન વોર્નનું ગત વર્ષે અચાનક થયેલા મોતનું કારણ કોવિડની એમઆરએનએ રસી હોઈ શકે છે. જે તેમણે મૃત્યુના લગભગ નવ મહિના પહેલા લીધી હતી. 

હ્રદય રોગ વિશેષજ્ઞ ડો. અસીમ મલ્હોત્રા અને ઓસ્ટ્રેલિયન મેડિકલ પ્રોફેશનલ્સ સોસાયટી (એએમપીએસ) ના અધ્યક્ષ ડો. ક્રિસ નીલે કહ્યું કે 52 વર્ષના વોર્નના પોસ્ટમોર્ટમ તારણોથી 'કોરોનરી એથેરોસ્કલેરોસિસ' કે હ્રદય રોગ વિશે જાણવા મળે છે. તેમણે કહ્યું કે તેમના અભ્યાસથી જાણવા મળે છે કે કોવિડના એમઆરએનએ રસીથી 'કોરોનરી' રોગ ઝડપથી વધે છે. ખાસ કરીને એવા લોકોમાં જેમને પહેલેથી જ હ્રદય રોગની નાના પાયે સમસ્યા હોય. 

ડોક્ટર મલ્હોત્રાએ કહ્યું કે પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીનું 52 વર્ષની ઉંમરમાં અચાનક હ્રદયરોગના કારણે મોતનો ભોગ બનવું એ ખુબ અસમાન્ય છે. તેમણે કહ્યું કે આ સાથે જ અમે એ પણ જાણીએ છીએ કે હાલના વર્ષોમાં શેન વોર્નની જીવન શૈલી સ્વસ્થ નહતી. તેમનું વજન વધુ હતું અને તેઓ સ્મોકિંગ પણ કરતા હતા. 

તેમણે કહ્યું કે સંભાવના છે કે તેમની ધમનીઓમાં કેટલાક હળવા ગઠ્ઠા ફાઈઝરના એમઆરએનએ કોવિડ-19 રસીના બે ડોઝ મેળવ્યા બાદ ઝડપથી વધી ગયા હોય. આવું મે મારા દર્દીઓ સાથે થતું જોયું છે અને મારા પિતાનું મૃત્યુ પણ આ રીતે થયું હતું. લેગ સ્પિનર બોલર વોર્ન ગત વર્ષ માર્ચમાં થાઈલેન્ડમાં તેમની હોટલના રૂમમાં બેહોશ મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને મૃત જાહેર કરાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news