દીપા કરમાકરે રચ્યો ઇતિહાસ, જિમ્નાસ્ટિક્સ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય
ત્રિપુરાની 24 વર્ષીય જિમ્નાસ્ટ દીપા કરમાકર 2016 રિયો ઓલંપિકમાં વોલ્ત સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી. તેમણે આજે 14.150 ના સ્કોરથી ગોલ્ડ પ્રાપ્ત કર્યો. તે ક્વાલિફિકેશનમાં પણ 13.400ના સ્કોરથી ટોચ પર રહી હતી.
Trending Photos
નવી દિલ્હી: ઇજા લીધે લગભગ બે વર્ષ સુધી લાંબા અંતરાલ બાદ પાછી ફરનાર ભારતની ટોચની જિમ્નાસ્ટ દીપા કરમાકરે તુર્કીના મર્સિનમાં ચાલી રહેલા એફઆઇજી કલાત્મક જિમ્નાસ્ટિક્સ વર્લ્ડ ચેલેંજ કપની વોલ્ટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધો છે. દીપા આ કારનામું કરનાર તે દેશની પ્રથમ જિમ્નાસ્ટ છે. આ વર્લ્ડ ચેલેંજ કપમાં તેમનો પ્રથમ મેડલ હતો. ભારતીય જિમ્નાસ્ટ મહાસંઘના ઉપાધ્યક્ષ રિયાજ અહમદ ભાટીએ કહ્યું ''આ ઐતિહાસિક છે અને દીપાએ ઇતિહાસ રચ્યો છે. હવે તે વિશ્વ સ્તરની પ્રતિયોગિતામાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ છે.''
ત્રિપુરાની 24 વર્ષીય જિમ્નાસ્ટ દીપા કરમાકર 2016 રિયો ઓલંપિકમાં વોલ્ત સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી. તેમણે આજે 14.150 ના સ્કોરથી ગોલ્ડ પ્રાપ્ત કર્યો. તે ક્વાલિફિકેશનમાં પણ 13.400ના સ્કોરથી ટોચ પર રહી હતી.
પ્રથમ પ્રયત્નમાં દીપાનો સ્કોર 5.400 રહ્યો જ્યારે તેમણે એક્સીક્યૂશનમાં 8.700 અંક મેળવ્યા, જેથી તેમનો કુલ સ્કોર 14.100 રહ્યો. તેમણે પોતાના બીજા પ્રયત્નમાં 14.200 (5.600 અને 8.600) સ્કોર કર્યો જેથી તેમની સરેરાશ 14.150 રહી.
.@DipaKarmakar is back from injury with a bang by winning a🥇in vault event of Women’s Artistic #Gymnastics at the FIG #World Challenge Cup in #Turkey.
Our #TOPSAthlete has shown the world that only through sheer passion & determination one can excel in #sports. #ProudIndia🇮🇳 pic.twitter.com/H2YSxH0Pdy
— SAIMedia (@Media_SAI) July 8, 2018
ઇંડોનેશિયાની રિફદા ઇરફાનાલુતફીએ 13.400 પોઇન્ટ વડે રજત પદક જ્યારે સ્થાનિક મહિલા જિમ્નાસ્ટ ગોક્સુ ઉક્ટાસ સાનિલે 13.200 પોઇન્ટ સાથે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો. પોતાના કોચ વિશ્વેશ્વર નંદીની સાથે આવેલી દીપાએ ક્વલિફિકેશમાં 11.850ના સ્કોર સાથે ત્રીજા પર રહી બેલેંસ બીમ ફાઇનલ્સ માટે પણ ક્વાલિફાઇ કરી.
દીપા રિયો ઓલંપિક બાદ એંટીરિયર ક્રુસિએટ લિંગામેંટ (એસીએલ) ઇજા સામે ઝઝૂમી રહી હતી અને તેમણે તેના માટે સર્જરી કરાવી હતી. પહેલાં તે રાષ્ટ્રમંડળોમાં પુનરાગમન કરવાની હતી, પરંતુ રિહૈબિલિટેશનમાં આશા કરતાં વધુ સમયના લીધે તે ગોલ્ડ કોઇસ્ટમાં ભાગ લઇ ન શકી.
તો બીજી તરફ પુરૂષોની રંગ્સ સ્પર્ધાની ફાઇનલ્સમાં રાકેશ પાત્રા મેડલ પ્રાપ્ત કરવાનું ચૂકી ગયા. તે 13.650ના સ્કોર સાથે ચોથા સ્થાને રહ્યા. મેજબાન દેશ ઇબ્રાહિમ કોલાકે 15.100 સ્કોર સાથે ગોલ્ડ જ્યારે રોમાનિયાના આંદ્રેઇ વાસિલે (14.600)ને રજત અને નેધરલેંડના યૂરી વાન ગેલ્ડર (14.300)એ કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો.
વર્લ્ડ ચેલેંજ કપ સીરીજ આંતરરાષ્ટ્રીય જિમ્નાસ્ટિક્સ મહાસંઘના કેલેંડરમાં મહત્વપૂર્ણ ટૂર્નામેંટ છે. આ વર્ષે વર્લ્ડ ચેલેંજ સીરીજમાં છ સ્પર્ધાઓ છે અને આ સત્રનો ચોથો તબક્કો છે. દીપા અને રાકેશ બંનેને આગામી એશિયાઇ રમતો માટે પસંદ કરવામાં આવેલી 10 સભ્યોની ભારતીય જિમ્નાસ્ટિક્સ ટીમમાં સામેલ કરવામાં આવી છે.
India is proud of @DipaKarmakar! Congratulations to her on winning a well-deserved Gold in the vault event at the FIG World Challenge Cup in Mersin, Turkey. This win is a prime example of her tenacity and never-say-die attitude.
— Narendra Modi (@narendramodi) July 8, 2018
પીએમ નરેંદ્ર મોદીએ પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ ઇજામાંથી બહાર આવેલી અને બે વર્ષ બાદ પુનરાગમન કરનાર ભારતની સ્ટાર મહિલા જિમ્નાસ્ટ દીપા કરમાકરને એફઆઇજી આર્ટિસ્ટિક વર્લ્ડ ચેંજ કપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ટ્વિટ કર્યું, 'ભારતને દીપા કરમાકર પર ગર્વ છે. તેમણે તુર્કીના મર્સિનમાં થયેલા એફઆઇજી વર્લ્ડ ચેલેંજ કપના વોલ્ટ ઇવેંટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી. આ જીત તેમની દ્વઢતા અને ક્યારેય ન હાર માનનાર આત્મવિશ્વાસનું ઉદાહરણ છે.'' વડાપ્રધાન ઉપરાંત રમતગત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે ટ્વિટ કરી દીપાને બે વર્ષ બાદ સફળતા મેળવવા બદલ શુભેચ્છાઓ પાઠવી.
Back with a bang and a 🥇#DipaKarmakar is the stuff champions are made of! After battling an injury for the past 2 yrs, she makes a heroic comeback by clinching her first 🥇in the Gymnastics World Challenge Cup in Turkey! Many Congratulations to her👏👏for making 🇮🇳 proud! pic.twitter.com/cylNEBlfkA
— Rajyavardhan Rathore (@Ra_THORe) July 8, 2018
તમને જણાવી દઇએ કે 2016માં રિયો ઓલંપિકના વોલ્ટ ઇવેંટમાં ચોથા સ્થાન પર રહી હતી. તેમણે ઓગસ્ટમાં ઇંડોનેશિયાની રાજધાની જર્કાતામાં યોજાનાર એશિયન ગેમ્સ માટે 10 સભ્યો ભારતીય જિમ્નાસ્ટિક ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે