આ ડાન્સ VIDEOના કારણે યુવતીના માથે આભ ફાટી પડ્યું, જાણો શું છે મામલો
: ઈરાનમાં મહિલાઓની સ્વતંત્રતા મામલે એવી દશા છે કે તેઓ પોતાની મરજી પ્રમાણે ડાન્સ પણ કરી શકતી નથી
Trending Photos
નવી દિલ્હી: ઈરાનમાં મહિલાઓની સ્વતંત્રતા મામલે એવી દશા છે કે તેઓ પોતાની મરજી પ્રમાણે ડાન્સ પણ કરી શકતી નથી. હાલમાં જ ઈરાનથી ચોંકાવનારા અહેવાલ આવ્યાં છે. ઈરાનમાં એક યુવતીની માત્ર એટલા માટે અટકાયત કરવામાં આવી કારણ કે તેણે પોતાના રૂમમાં કરેલા ડાન્સનો વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી દીધો.
આ મામલો ઈરાનની રાજધાની તહેરાનનો છે. વાત જાણે એમ છે કે તહેરાનમાં રહેતી એક યુવતી ડાન્સની ખુબ જ શોખીન છે. યુવતીએ પોતાનો શોખ પૂરો કરવા માટે કેટલાક ડાન્સ વીડિયો બનાવ્યાં અને તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં. ઈરાનની આ યુવતીના ડાન્સ વીડિયો જોત જોતામાં તો સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વાઈરલ થઈ ગયો. યુવીતના આ ડાન્સ વીડિયોને ભલે દુનિયાના હજારો લોકોએ પસંદ કર્યો હતો પરંતુ ઈરાનની પોલીસ અને પ્રશાસનને આ વીડિયો ડાઈજેસ્ટ થયો નથી.
ડાન્સ વીડિયો સામે આવતા જ તહેરાનની પોલીસે આ યુવતીની અટકાયત કરી લીધી. યુવતીના ડાન્સ વીડિયોની જેમ, તેની અટકાયતના સમાચાર પણ દુનિયામાં ફેલાઈ ગયાં. ચારે બાજુ ઈરાનની પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની આલોચના થઈ રહી છે. આલોચના બાદ પણ ઈરાનની પોલીસ પોતાના ઈરાદા પર મક્કમ છે. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ 18 વર્ષની મેહેદ હોજબ્રીનો આ ડાન્સ વીડિયો ત્યાંની રાષ્ટ્રીય ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યો.
ત્યારબાદ યુવતી પર નૈતિક માપદંડોને તોડવાનો આરોપ લગાવીને સ્થાનિક પોલીસે અટકાયત કરી લીધી. ઈરાનની પોલીસે દાવો કર્યો છે કે 18 વર્ષની મેદેહ હોજબ્રીએ નૈતિક માપદંડો તોડવાના આરોપોનો સ્વીકાર કર્યો છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેનો ઈરાદો કોઈ પણ નૈતિક માપદંડો તોડવાનો નહતો.
ઉલ્લેખનીય છે કે 18 વર્ષની મેહેદ હોજબ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લગભગ 300થી વધુ વીડિયો અને ફોટા શેર કર્યા છે. જેમાં અનેક વીડિયોમાં તેણે ડાન્સ કર્યો છે. આરોપ છે કે મેહેદ હોજબ્રીએ અનિવાર્ય ઈસ્લામી હેડકાર્ફ(હિજાબ) પહેર્યા વગર વીડિયોમાં ડાન્સ કર્યો છે. મામલો સામે આવ્યાં બાદ ઈરાની પોલીસે કહ્યું છે કે તેઓ ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા આ પ્રકારના તમામ એકાઉન્ટ પર પ્રતિબંદ લગાવવાની યોજના તૈયાર કરી રહ્યાં છે. જે અંતર્ગત ન્યાયપાલિકા દ્વારા આ સાઈટ પર પ્રતિબંધ લગાવવાની વાત ઉપર પણ વિચાર કરી શકાય છે.
નોંધનીય છે કે ઈરાનમાં ફેસબુક, ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ હોવા છતાં અનેક લોકો પ્રોક્સી અને વીપીએનના માધ્યમથી તેને એક્સેસ કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે