કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 28 અને 29મી ઓગષ્ટે આવશે ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 ઓગષ્ટના 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 28 ઓગષ્ટે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં સીએમ સહિત ભાજપના નેતાઓ તેમનું ભવ્ય સ્વાગત કરશે. કલમ 370 દૂર કર્યા બાદ અમિત શાહનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે જેને લઇને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 28 અને 29મી ઓગષ્ટે આવશે ગુજરાતના પ્રવાસે

બ્રિજેશ દોશી/અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 ઓગષ્ટના 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 28 ઓગષ્ટે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં સીએમ સહિત ભાજપના નેતાઓ તેમનું ભવ્ય સ્વાગત કરશે. કલમ 370 દૂર કર્યા બાદ અમિત શાહનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે જેને લઇને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત ગાંધીનગર સાંસદ તરીકેની જ્યાં તેઓ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોમાં ભાગ લેશે. 29 ઓગષ્ટે પોતના મતવિસ્તારમાં સાયન્સ સીટી ખાતે વૃક્ષા રોપણ કરશે. અમદાવાદમાં 1 લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકની પૂર્ણતાના મહાનગરપાલિકાના સમારોહમાં તેઓ હાજરી આપશે. સાથે જ દેશની સૌ પ્રથમ બેટરી સંચાલિત ઇલેક્ટ્રીક બસનું પણ લોકાર્પણ કરશે.

મહેસાણા પાલિકામાં તૂટી કોંગ્રેસ, 7 નગર સેવકોએ ‘હાથ’ છોડી પકડ્યું કમળ

અમદાવાદમાં આગામી દિવસોમાં જાહેર પરિવહન માટે ઇલેક્ટ્રીક બસો ઉપલબ્ધ કરાવાઇ રહી છે જેમાંની સૌ પ્રથમ બસનું લોકાર્પણ ગાંધીનગરના સાંસદ તરીકે કરશે. બપોરે 3 કલાકે ગાંધીનગર કલેક્ટર સાથે ભારત સરકારની યોજનાઓને લઇને ચર્ચા કરશે. પોતાના મતવિસ્તારમાં યોજનાઓના અમલીકરણ અને નાગરીકોને લાભ મળે તે મુદ્દાઓ પર ચર્ચા થશે. તો સાથ જ  સાંજે PDPU ના સાતમા પદવિદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને વિદ્યાર્થીઓને સંબોધન કરશે.

રાજકોટ: પ્રખ્યાત મલ્હાર લોકમેળાનો છેલ્લો દિવસ, 10 લાખ લોકોએ માણી મોજ

મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રીના આ સત્તાવાર પ્રવાસ સિવાય ભાજપના નેતાઓ સાથે પણ બેઠકો થશે. 28 ઓગષ્ટે અમદાવાદ પહોંચ્યા બાદ મોડી રાત્રે તેમના નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલશે જેમાં આગામી પેટાચૂંટણીઓની તૈયારીઓ અને મંત્રીમંડળના વિસ્તરણને પણ આખરી ઓપ અપાઇ શકે છે. ભાજપના નેતાઓની નજર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ 2 દિવસીય મુલાકાત પર રહેલી છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news