Dhruv Jurel: પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ

Rajkot Test: રાજકોટ ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર યુવા વિકેટકિપર બેટ્સમેન ધ્રુવ જુરેલે પોતાની બેટીંગથે પ્રભાવિત કર્યા. તેમણે મેચના બીજા દિવસે બેટીંગ કરતાં 46 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે તેમણે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. 
 

Dhruv Jurel: પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ

Dhruv Jurel Cricket Journey: 23 વર્ષના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને ટીમ ઇન્ડીયાના ડેબ્યૂની તક મળી છે. તે ઇગ્લેંડ વિરૂદ્ધ રાજકોટ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ છે. તેમણે મેચના દિવસે શાનદાર બેટીંગ કરી. જોકે તે ફીફ્ટી પુરી કરવામાં માત્ર 4 રનથી ચૂકી ગયા અને 45 રન બનાવીને આઉટ થયા. પોતાની આ નાનકડી ઇનિંગમાં જ તેમણે દિગ્ગજોને પ્રભાવિત કરે દીધા. આ ઇનિંગ સાથે તેમણે કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. જુરેલની આ ડેબ્યૂ મેચની કહાની આસાન રહી નથી. તેમના પિતા કારગીલ યુદ્ધમાં સામેલ હતા. આ ઇનિંગ બાદ જુરેલના કોચે પણ નિવેદન આપ્યું છે. 

જુરેલના પિતાએ લડી હતી કારગીલની લડાઇ
ધ્રુવ જુરેલના પિતા નેમચંદ કારગીલ જંગ લડી ચૂક્યા છે, જ્યારે તેમના પિતાનું નિધન થયું હતું તો તે 14 વર્ષના હતા અને પિતા વિના જ આગરાનું ઘર છોડીને એકલા નોઇડા આવી ગયા હતા. આ બધુ તેમના કોચ ફૂલચંદે જણાવ્યું છે. ધ્રુવના પિતાએ 1999 માં કારગીલ યુદ્ધની લડાઇ લડી હતી અને પછી 2008 માં સ્વેચ્છાએ નિવૃતિ લઇ લીધી. 

નોઇડા આવી ગયા હતા ધ્રુવ
14 વર્ષની ઉંમરમાં જુરેલ આગરાથી નોઇડા આવી ગયા હતા અને તે ફૂલચંદની જાણિતી એકેડમી પહોંચી ગયા હતા. તેમના કોચે જણાવ્યું હતું કે ' મેં પૂછ્યું તો તેણે કહ્યું સર મારું નામ ધ્રુવ જુરેલ છે. મહેરબાની કરીને મને તમારી એકેડમીમાં લઇ લો. તેમની સાથે કોઇ ન હતું. મને લાગ્યું કે આ કોઇ લોકલ છોકરો છે. પરંતુ તેને મને કહ્યું સર હું આગરાથી એકલો આવ્યું છું અને જે મિત્રએ પોતાના ઘરમાં રહેવાની વ્યવસ્થાનો વાયદો કર્યો હતો, તે મારો ફોન ઉપાડી રહ્યો નથી. તમને જણાવી દઇએ કે જુરેલને ફૂલચંદે જ કોચિંગ આપી. જુરેલ અંડર 19 વર્લ્ડકપ 2022 માં ઉપ કેપ્ટન હતો. આઉપીએલ 2022 માં તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. 

ડેબ્યૂ મેચમાં ચમક્યો 
23 વર્ષના ધ્રુવે રાજકોટમાં ઇગ્લેંડ વિરૂદ્ધ 104 બોલમાં 46 રનની ઇનિંગ રમીને ઇન્ટરનેશનલ ક્રિકેટની સારી શરૂઆત કરી. તેમણે પોતાની પ્રથમ ઇનિંગથી કેટલાક રેકોર્ડ પણ બનાવી લીધા. આ નાનકડી ઇનિંગમાં તે સારી લયમાં જોવા મળ્યો. તેમણે માર્ક વુડના બાઉન્સર બોલ પર સચિનની માફક અપર કટ પણ લગાવી. જુરેલની આ ઇનિંગમાં 3 સિક્સર સામેલ છે. આ સાથે જ તે હાર્દિક પંડ્યા બાદ બીજા એવા બેટ્સમેન બની ગયા છે, જેમણે ડેબ્યૂ ટેસ્ટમાં 3 સિક્સર ફટકારી છે. હાર્દિકે શ્રીલંકા વિરૂદ્ધ 2017 માં 3 સિક્સર ફટકારી હતી. 

આ મામલામાં તે ત્રીજો બેટ્સમેન બન્યો
જુરેલ ભારત માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે ડેબ્યુ મેચમાં ત્રીજી સૌથી વધુ ઇનિંગ્સ રમનાર ખેલાડી બની ગયો છે. આ મામલે કેએલ રાહુલ ટોપ પર છે. કેએલ રાહુલે 2014માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે માત્ર બેટ્સમેન તરીકે જ રમ્યો હતો. રાહુલે 2023માં વિકેટકીપર બેટ્સમેન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી. તેણે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે 101 રનની ઇનિંગ રમી હતી. બીજા સ્થાને દિલાવર હુસૈન છે, જેણે વર્ષ 1934માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરતી વખતે 59 રન બનાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news