ફુટબોલઃ ભારતીય ડિફેન્ડર અનસે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી લીધો સંન્યાસ
અનસે પોતાના મેસેજમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય ટીમમાં આવવા માટે તેણે 11 વર્ષ રાહ જોવી પડી હતી. તેણે કહ્યું કે, મારી સફર ટૂંકી હતી પરંતુ મેં મારા 100 ટકા આપવાનો પ્રયત્ન કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ કેરેલા બ્લાસ્ટર્સ અને ભારતના સેન્ટર બેક અનલ ઇદાથોદિકાએ મંગળવારે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. ગોલ ડોટ કોમ પ્રમાણે, 31 વર્ષના અનસે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. અનસે ઇંસ્ટાગ્રામ પર પોતાના સંદેશમાં કહ્યું કે, તે યુવાનોને તક આપવા ઈચ્છે છે અને આ કારણે નિવૃતી લેવાનો નિર્ણય કર્યો છે.
અનસે પોતાના મેસેજમાં લખ્યું, ભારે મન સાથે આંતરરાષ્ટ્રીય ફુટોબલમાંથી નિવૃતી લઈ રહ્યો છું. મારા માટે આ મુશ્કેલ નિર્ણય છે. હું હજુ થોડા વર્ષ રમવા ઈચ્છતો હતો પરંતુ હવે યુવાનોને તક આપવા આ મારા માટે નિવૃતી લેવાનો સૌથી અનુકૂળ સમય છે. રાષ્ટ્રીય ટીમમાં આવવા માટે મારે 11 વર્ષ રાહ જોવી પડે અને તે મારા કરિયરની સૌથી મહાન ક્ષણ હતી. પરંતુ મારી સફર નાની હતી પરંતુ આ દરમિયાન મેં ટીમ માટે મારા 100 ટકા આપવાનો પ્રયત્ન કર્યો હતો.
અનસ સંયુક્ત અરબ અમીરાતમાં ચાલી રહેલા એએફસી એશિયન કપમાં રમનારી ભારતીય ટીમનો સભ્ય હતો. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. કેરલમાં ફુટબોલનો ગઢ કહેવાતા મલ્લાપુરમમાં જન્મેલા અનસે ભારત માટે કુલ 19 મેચ રમીહતી. અનસે તમામ મેચ સ્ટીફન કોન્સ્ટેનટાઇનની દેખરેખમાં રમી હતી. કોચે પણ ભારતની અસમય હાર બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
અનસે ભારતીય ટીમમાં સંદેશ ઝિંગન સાથે ડિફેન્સમાં શાનદાર જોડી બનાવી અને જલ્દી કોન્સ્ટેનટાઇનની પ્રથમ પસંદ બની ગયો હતો. અનસ તેના કરિયર દરમિયાન ઈજાથી પરેશાન રહ્યો હતો. અનસે કહ્યું કે, તે ક્લબ ફુટબોલમાં રમતો રહેશે કારણ કે આ રમત સાથે તેને અપાર પ્રેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે