IPL 2022: સીઝનનો સૌથી મોટો સ્કોર બનાવી જીતી દિલ્હી, કુલદીપ-ખલીલની શાનદાર બોલિંગ
દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-2022માં પોતાની બીજી જીત મેળવી છે. આ જીત સાથે દિલ્હીના ચાર પોઈન્ટ થઈ ગયા છે.
Trending Photos
મુંબઈઃ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2022ની 19મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 44 રને પરાજય આપ્યો છે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 215 રન બનાવ્યા હતા. તેના જવાબમાં કોલકત્તાની ટીમ 19.4 ઓવરમાં 171 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી માટે ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 35 રન આપી 4 વિકેટ ઝડપી હતી. તો બેટિંગમાં ડેવિડ વોર્નરે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સની ચાર મેચમાં આ બીજી જીત છે. આ સાથે તે પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. તો કોલકત્તા નાઇટ રાઇડર્સની 5 મેચમાં આ બીજી હાર છે. પરંતુ તેમ છતાં કોલકત્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને યથાવત છે.
દિલ્હીએ આ સીઝનનો સૌથી મોટો સ્કોર બનાવ્યો
ડેવિડ વોર્નર અને પૃથ્વી શોએ આપેલી આક્રમક શરૂઆતથી દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ઓવરોમાં વિકેટ ગુમાવવા છતાં 5 વિકેટ પર 215 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી. વોર્નરે 45 બોલમાં 61 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને બે સિક્સ સામેલ છે. તેણે શો (29 બોલમાં 51 રન) ની સાથે પ્રથમ વિકેટ માટે 93 રન જોડ્યા હતા. રિષભ પંતે 14 બોલમાં 27 રન બનાવ્યા હતા.
લોર્ડ શાર્દુલ અને અક્ષરની પણ સારી બેટિંગ
શાર્દુલ ઠાકુર (11 બોલમાં અણનમ 29, એક ફોર, ત્રણ સિક્સ) અને અક્ષર પટેલ (14 બોલમાં 22) એ અંતિમ ઓવરોમાં 20 બોલ પર 49 રનની અણનમ ભાગીદારી કરી ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. અંતિમ બે ઓવરમાં દિલ્હીએ 39 રન ફટકાર્યા હતા. આ બંનેએ ઉમેશની 19મી ઓવરમાં 23 રન બનાવ્યા હતા. કોલકત્તા તરફથી સુનીલ નરેન (21 રન આપી 2 વિકેટ) સૌથી સફળ બોલર રહ્યો હતો.
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સારી બોલિંગ કરનાર ઉમેશ યાદવ (48 રન આપી એક વિકેટ) ના પ્રથમ બોલ પર ફટકારેલ ચોગ્ગો હોય કે પેટ કમિન્સ (4 ઓવર 51 રન) પર ડીપ સ્કેવર લેગમાં ફટકારેલી સિક્સ હોય, શોએ દરેક બોલરની લાઇન-લેંથ બગાડી હતી. વરૂણ ચક્રવર્તી (4 ઓવર 44 રન) પણ મોંઘો સાબિત થયો હતો. કેકેઆરના કેપ્ટન અય્યરે પ્રથમ આઠ ઓવરોમાં 7 બોલરોનો ઉપયોગ કર્યો હતો. વચ્ચેની ઓવરમાં કેકેઆરના બોલરોએ વાપસી કરી અને 18 રનની અંદર ચાર વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે