યુક્રેનમાં યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે કાલે વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દે થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે આ વર્ચ્યુઅલી બેઠક તેવા સમયે થવા જઈ રહી છે, જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ ચાલી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 11 એપ્રિલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આ બેઠકમાં બંને દેશોના નેતા આપસી હિત માટે દક્ષિણ એશિયા, હિંદ પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે વૈશ્વિક મુદ્દા પર ચાલી રહેલ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને પોતાના વિચારોનું એકબીજા સાથે આદાન-પ્રદાન કરશે.
બંને દેશના નેતાઓ વચ્ચે આ બેઠક એવા સમયે થઈ જવા રહી છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે રશિયાનો સાથ આપ્યો છે, જ્યારે અમેરિકા મોસ્કો વિરુદ્ધ છે. તેવામાં સંભાવના છે કે બંને દેશના નેતા રશિયા અને યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી શકે છે. પરંતુ સત્તાવાર રીતે આ વાતની કોઈ જાણકારી આપવામાં આવી નથી.
આ પણ વાંચોઃ હિમાચલમાં બોલ્યા જેપી નડ્ડા- ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ન ઈન્ડિયન છે, ન નેશનલ અને ન કોંગ્રેસ
જો બાઇડેન અને પીએમ મોદી વચ્ચે આ બેઠક ભારત-અમેરિકા ટૂ-પ્લસ-ટૂ મંત્રીસ્તરીય વાર્તા પહેલા થશે, જેનું નેતૃત્વ ભારતીય પક્ષ તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના અમેરિકી સમકક્ષ કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, તે હવાઈ સ્થિત અમેરિકી હિંદ-પ્રશાંત કમાન (ઇન્ડોપૈકોમ) ના મુખ્યાલયની પણ યાત્રા કરશે.
સિંહે ટ્વીટ કર્યુ- હું વોશિંગટનમાં ચોથી ભારત-અમેરિકા ટૂ-પ્લસ-ટૂ મંત્રીસ્તરિય વાર્તામાં ભાગ લેવા માટે ઉત્સુક છું. આ સિવાય હું આ યાત્રા દરમિયાન હવાઈમાં ઈન્ડોપૈકોમ મુખ્યાલયનો પ્રવાસ પણ કરીશ. રાજનાથ સિંહ અમેરિકા પહોંચી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે