CWG 2022: જુડોમાં ભારતને મળ્યા બે મેડલ, સુશીલા દેવીએ સિલ્વર તો વિજય કુમારે જીત્યો બ્રોન્ઝ
commonwealth games 2022: ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં વધુ બે મેડલ આવ્યા છે. ભારતના મેડલની કુલ સંખ્યા 8 પર પહોંચી છે.
Trending Photos
બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સ-2022મા ભારતના ખાતામાં વધુ મેડલ આવ્યા છે. ભારતને આજે જુડોમાં એક બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ મળ્યો છે. ભારતની મહિલા જુડોકો સુશીલા દેવીએ 48 કિલોભાર વર્ગમાં સિલ્વર મેડલ કબજે કર્યો છે. જ્યારે વિજય કુમાર યાદવે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. વિજય કુમારને જુડો 60 કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. એટલે કે ભારતને વેઇટલિફ્ટિંગ બાદ જુડોમાં બે મેડલ મળ્યા છે.
ભારતના ખાતામાં કુલ 8 મેડલ
અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે વેઇટલિફ્ટિંગમાં છ મેડલ જીત્યા હતા. આજે જુડોમાં બે મેડલ મળતા ભારતના કુલ મેડલની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે. જેમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ છે.
ભારતને કોમનવેલ્થ ગેમ્સ-2022માં મળેલા મેડલ
મીરાબાઈ ચાનૂ- ગોલ્ડ મેડલ
જેરેમી લાલરીનુંગા- ગોલ્ડ મેડલ
અચિંત શિયુલી- ગોલ્ડ મેડલ
સંકેત મહાદેવ સરગર- સિલ્વર મેડલ
બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ
ગુરૂરાજા પુજારી- બ્રોન્ઝ મેડલ
સુશીલા દેવી- સિલ્વર મેડલ
વિજય કુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ
આ પણ વાંચોઃ Bindiya Rani જ્યારે દેશ માટે સિલ્વર મેડલ જીતી રહી હતી ત્યારે તેને જોવા ટીવી માટે ફાંફા મારતો હતો પરિવાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે