બંધનું એલાન: પંચાયતના કર્મચારીના આપઘાત મામલે સંપૂર્ણ બજારો બંધ, જાણો શું છે મામલો
ઝેરી દવા ગટગટાવી મોતને ભેટનારની પત્નીએ પોતાનાં પતિએ નર્મદા જીલ્લા પંચાયતના ભાજપા સદસ્ય હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ સેઠ ઉપર પતિને આત્મહત્યા કરવા મજબુર કરવાની આરોપ લગાવ્યો છે
Trending Photos
જયેશ દોશી, નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા એક કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા આ મામલે આદિવાસી વિસ્તારમાં સક્રિય ભારતીય ટ્રાઈબલ અને ભાજપાના આગેવાનો ઉપર આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.
ઝેરી દવા ગટગટાવી મોતને ભેટનારની પત્નીએ પોતાનાં પતિએ નર્મદા જીલ્લા પંચાયતના ભાજપા સદસ્ય હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ સેઠ ઉપર પતિને આત્મહત્યા કરવા મજબુર કરવાની આરોપ લગાવ્યો છે. ત્યારે બીજી તરફ ગ્રામ પંચાયતની સરપંચ અને હિતેશ વસાવાના માતાએ BTP નાં આગેવાન ચૈતર વસાવાએ આત્મહત્યા માટે મજબૂર કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.
ડેડીયાપાડા ગામમાં ગ્રામપંચાયત કાર્યાલય પર ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા. જે ઝંડાઓ પંચાયતના આદેશથી ઉતારી લેવામા આવ્યા હતા. જેમાં BTP નાં આગેવાનોમાં નારાજગી ફેલાઈ હતી. ત્યારે પંચાયતના કર્મચારી મરણ જનાર શંકર સોનજીભાઈ વસાવાને ઝંડીઓ ઉતારી લેવા માટે BTP નાં આગેવાન રહે. બોગજ તા. દેડીયાપાડાના ચૈતર વસાવાએ ધાક ધમકી આપતા તેને ગભરાયને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં ડેડીયાપાડાની સરપંચ અને હિતેશ વસાવાની માતા અને દીવાલ શેઠની પત્નીએ કરી છે.
તો બીજી ફરિયાદમાં આ મામલે મૃતકની પત્ની ગીરજાબેન શંકરભાઈ વસાવાએ ડેડીયાપાડા પોલીસ મથકમાં પોતાની લેખીત ફરિયાદ આપતા જણાવ્યું છે કે, મારા પતિને દીવાલ શેઠે પંચાયત કચેરીએ બોલાવ્યો હતો અને પતિ જ્યારે ઘરે પરત ફરતાં પત્નીએ પૂછતા પોતાની પાસે ખોટા કામો કરવામાં આવતાં હોવાનુ પતિએ જણાવ્યું હતું અને વિશેષમાં જણાવ્યું હતું કે, જો ના પાડીએ તો નોકરીમાંથી કાઢી નાખવાની ધમકીઓ આપે છે. જેથી પતિદેવ ભારે માનસિક તાણમાં રેતા હતાં.
BTP ના જે ઝંડા ગામમાં ફરકાવ્યા હતા તે મૃતકને તેણે પોતે ઉતર્યા હોવાનું માથે લેવા માટે હિતેશ વસાવા અને દીવાલ શેઠ દબાણ કરતા જેથી પતિ માનસિક તાણમાં પોતાને કહેલ કે આના કરતાં તો દવા પી મરી જવું સારું. આમ બે ફરિયાદ થતા BTP નાં આગેવાન ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો અને આજે ડેડિયાપાડા બંધનું એલાન અપાતા સંપૂર્ણ બજારો બંધ રહ્યા હતા.
દેડીયાપાડા પોલીસે આરોપી દીવાલ શેઠ સહિત તેના પુત્ર હિતેશ વસાવા સામે આઇ.પી.સી. ની ધારા 306, 506(2) અને 114 મુજબ નો ગુનો દાખલ કર્યો છે. એટલે હવે મામલો શાંત પડ્યો છે. પરંતુ એકજ આરોપ માટે સામસામે બે પક્ષના લોકોએ ફરિયાદ આપી છે જેની પોલીસ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે