દિલ્હીમાં ભીખ માંગતો દેખાયો પૂર્વ સૈનિક, ગંભીરે શેર કર્યો ફોટો

ગંભીરે તે વ્યક્તિની તસ્વીર ટ્વીટર પર શેર કરી છે અને કહ્યું કે, તકનીકી કારણોથી તેને થલસેનામાંથી સહયોગ મળ્યો નથી. 

 દિલ્હીમાં ભીખ માંગતો દેખાયો પૂર્વ સૈનિક, ગંભીરે શેર કર્યો ફોટો

નવી દિલ્હીઃ ક્રિકેટર ગૌતમ ગંભીરે અહીં કનોટ પ્લેસમાં ભીખ માંગી રહેલા એક વ્યક્તિને જોયા બાદ રક્ષા મંત્રાલયને તેની મદદની વિનંતી કરી. મહત્વનું છે કે, આ વ્યક્તિએ યુદ્ધમાં લડી ચુકેલા એક પૂર્વ સૈનિક હોવાનો દાવો કર્યો છે. ગંભીરે આ વ્યક્તિની તસ્વીર ટ્વીટર પર પોસ્ટ કરી અને કહ્યું કે, તેને તકનીકી કારણોને લીધે થલસેનાથી સહયોગ મળ્યો નથી. તેણે ટ્વીટ કર્યું, તે શ્રી પીતાંબરન છે, જેણે 1965 અને 1971નું યુદ્ધ લડ્યું છે. તેમના ઓળખ પત્રથી ઓળખી શકાય છે. તેમનો દાવો છે કે, તકનીકી કારણોથી તેમને થલસેનામાંથી સમર્થન મળી રહ્યું નથી. 

તો રક્ષા મંત્રાલયે વિશ્વાસ અપાવ્યો કે, ઝડપથી પગલા ભરવામાં આવશે. રક્ષા પ્રવક્તાએ ટ્વીટ કહ્યું, અમે તમારા દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને સમજીએ છીએ અને વિશ્વાસ અપાવીએ કે ઝડપથી સંપૂર્ણ જવાબ આપવામાં આવશે. 

હાલમાં ગંભીરનું પદ્મશ્રીથી થયું હતું સન્માન
હાલમાં ગૌતર ગંભીરને ભારત સરકારે પદ્મ શ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. તેણે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ભારતને બે વિશ્વકપ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગંભીરને પદ્મ શ્રી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news