સૌરવ ગાંગુલી CABના પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયો, જુલાઈ 2020 સુધી રહેશે પદ પર
બંગાળ ક્રિકેટ સંઘના ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, સૌરવ ગાંગુલીને બિનહરીફ સીએબીના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે.
Trending Photos
કોલકત્તાઃ બંગાળ ક્રિકેટ એસોસિએશન (સીએબી)ના ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, સૌરવ ગાંગુલીને બિનહરીફ સીએબીના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. તેમની સાથે ચાર અન્ય અધિકારીઓને પણ બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ગાંગુલી જુલાઈ-2020 સુધી સીએબીના અધ્યક્ષ રહેશે. ત્યારબાદ તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના બંધારણ પ્રમાણે 'કુલિંગ ઓફ પીરિયડ' પર ચાલ્યા જશે.
પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના આદેશ પ્રમાણે સીએબી શનિવારે પોતાની વાર્ષિય સામાન્ય સભા (એજીએમ)નું આયોજન કરશે. ચૂંટણી અધિકારી સુશાંતા રંજન ઉપાધ્યાયે બિનહરીફ ચુંટાવાની ખાતરી કરી છે.
ગાંગુલી બીજીવાર સીએબીનો અધ્યક્ષ બન્યો છે. 2015મા જગમોહન ડાલમિયાના નિધન બાદ ગાંગુલીએ પ્રથમવાર આ પદ સંભાળ્યું હતું.
ડાલમિયાનો પુત્ર અભિષેક ડાલમિયા હવે સચિવ બશે. પહેલા તે સંયુક્ત સચિવ હતો. દેવબ્રત દાસને સંયુક્ત સચિવ પસંદ કરવામાં આવ્યા છે. દેબાશીષ ગાંગુલીને કોષઆધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. તમામ અધિકારી શનિવારે યોજાનારી એજીએમમાં પદ ગ્રહણ કરશે.
અધ્યક્ષ- સૌરવ ગાંગુલી, ઉપાધ્યક્ષ- નરેશ ઓઝા, સચિવ - અભિષેક ડાલમિયા, સંયુક્ત સચિવ- દેવવ્રત દાસ, કોષાધ્યક્ષ- દેબાશીષ ગાંગુલી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે