શાહિદ આફ્રિદીએ 15 લાખ રૂપિયામાં ખરીદ્યુ આ બેટ્સમેનનું બેટ


મુશફિકુરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનના વીડિયો સંદેશને પોતાના ટ્વીટર હેન્ડલથી પોસ્ટ કર્યો છે. આફ્રિદીએ વીડિયોમા કહ્યુ, તમે જે કામ કરી રહ્યા છો તે ખુબ સારૂ છે. માત્ર સાચો નાયક આમ કરી શકે છે.

શાહિદ આફ્રિદીએ 15 લાખ રૂપિયામાં ખરીદ્યુ આ બેટ્સમેનનું બેટ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ હરાજી માટે રાખવામા આવેલા બાંગ્લાદેશી વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમ  (Mushfiqur Rahim)ના બેટને 20,000 ડોલર (15 લાખથી વધુ રૂપિયા)માં ખરીદ્યુ છે. પાછલા મહિને મુશફિકુરે જાહેરાત કરી હતી કે કોવિડ-19 (Covid 19) મહામારી સામે લડવા માટે રાહત કાર્યોમાં મદદ માટે તે પોતાના બેટની હરાજી કરશે. 

તેણે આ બેટથી 2013માં શ્રીલંકા વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. આફ્રિદીએ પોતાની સંસ્થા માટે આ બેટને 20,000 ડોલરમાં ખરીદ્યુ છે. મુશફિકુરે કહ્યુ, 'શાહિદ આફ્રિદીએ પપોતાની સંસ્થા માટે આ બેટને ખરીદ્યુ છે. હું ખુદને ગૌરવપૂર્ણ અને સન્માનિત અનુભવ કરુ છુ કે તેના જેવા કોઈ વ્યક્તિ અમારા સારા કામમાં જોડાયો છે.'

— Mushfiqur Rahim (@mushfiqur15) May 15, 2020

મુશફિકુરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનના વીડિયો સંદેશને પોતાના ટ્વીટર હેન્ડલથી પોસ્ટ કર્યો છે. આફ્રિદીએ વીડિયોમા કહ્યુ, તમે જે કામ કરી રહ્યા છો તે ખુબ સારૂ છે. માત્ર સાચો નાયક આમ કરી શકે છે. આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જેમા એક-બીજાના પ્રેમ અને સમર્થનની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news