IND vs ENG: જામી ગયેલો સૂર્યકુમાર યાદવ વિવાદિત રીતે આઉટ, જાણો શું છે આ સોફ્ટ સિગ્નલ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચમાં ખુબ જ ખરાબ એમ્પાયરિંગ જોવા મળ્યું. થર્ડ એમ્પાયર વીરેન્દ્ર શર્માએ આ ટી-20 ઈન્ટરેનેશનલ મેચમાં 2 એવા નિર્ણય આપ્યા જેના કારણે વિવાદ થઈ ગયો.

IND vs ENG: જામી ગયેલો સૂર્યકુમાર યાદવ વિવાદિત રીતે આઉટ, જાણો શું છે આ સોફ્ટ સિગ્નલ?

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng)  વચ્ચે ચોથી ટી20 મેચમાં ખુબ જ ખરાબ એમ્પાયરિંગ જોવા મળ્યું. થર્ડ એમ્પાયર વીરેન્દ્ર શર્માએ આ ટી-20 ઈન્ટરેનેશનલ મેચમાં 2 એવા નિર્ણય આપ્યા જેના કારણે વિવાદ થઈ ગયો. જેમાંનો એક નિર્ણય હતો સૂર્યકુમારનો કેચ આઉટ જેમાં રિપ્લેમાં બોલ જમીનને સ્પર્શતો જોવા મળ્યો હતો. જ્યારે બીજો નિર્ણય વોશિંગ્ટન સુંદરનો કેચ. 

એમ્પાયરની પહેલી ભૂલ
પોતાની પહેલી જ આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં જબરદસ્ત પરફોર્મસન્સ આપનાર સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ફીફ્ટી ફટકાર્યા બાદ મોટી ઈનિંગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે તે થર્ડ એમ્પાયરના એક ખોટા નિર્ણયનો ભોગ બન્યો. સૂર્યકુમારે સૈમ કુરેનના એક બોલને ફાઈન લેગ તરફ માર્યો ત્યારે ફીલ્ડર ડેવિડ મલાને ડાઈવ કરીને કેચ કરવાની કોશિશ કરી. રિપ્લેમાં બોલ જમીનને સ્પષ્ટપણે સ્પર્શતો જોવા મળતો હતો પરંતુ આમ છતાં ટીવી એમ્પાયરે આઉટનો નિર્ણય યથાવત રાખ્યો. 

— sivakumar (@kssivakumar) March 18, 2021

શું છે આ સોફ્ટ સિગ્નલ
અહીં સમજવું પડશે કે આખરે સોફ્ટ સિગ્નલ (Soft Signal) શું હોય છે. હકીકતમાં જ્યારે પણ કોઈ કેચ માટે ફિલ્ડ એમ્પાયર થર્ડ એમ્પાયરની મદદ લે છે ત્યારે તેણે સોફ્ટ સિગ્નલ તરીકે પોતાનો નિર્ણય પણ જણાવવાનો રહે છે. આવું જ કઈંક સૂર્યકુમારના મામલે થયું. આખરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર બેટિંગ કરી રહેલો બેટ્સમેન સૂર્યકુમાર આ જ સોફ્ટ સિગ્નલનો ભોગ બન્યો અને પેવેલિયન તરફ પાછું પડ્યું. સૂર્યકુમારના આઉટના નિર્ણય પર વીરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ અને વસીમ જાફર જેવા દિગ્ગજ ખેલાડીઓએ તેની ટીકા કરી. લક્ષ્મણે તો એટલે સુદ્ધા કહી દીધુ કે આઈસીસીએ નિયમ બદલવાની જરૂર છે. 

— Virender Sehwag (@virendersehwag) March 18, 2021

મેદાન પર અનેક હાઈ ક્વોલિટી કેમેરા લાગેલા છે. ઘાસના તણખલાને પણ શોધવા માટે સક્ષમ છે. જો આટલી  હાઈટેક  ટેક્નોલોજી હોવા છતાં આવો નિર્ણય લેવામાં આવે તો ખરેખર ચોંકાવનારી વાત છે. એ પણ ત્યારે જ્યારે થર્ડ એમ્પાયર પોતે શ્યોર નથી કે કેચ સ્પષ્ટ હતો કે નહીં. જો કે રિપ્લેમાં બોલ જમીનને સ્પર્શતો જોવા મળી રહ્યો છે. આવામાં સોફ્ટ સિગ્નલ સાથે કેવી રીતે જઈ શકાય?

સવાલ એ પણ છે કે જો ફિલ્ડ મેદાનના બીજા છેડે બાઉન્ડ્રી પાસે કેચ થઈ રહ્યો છે તો મેદાનની વચ્ચેથી એમ્પાયર સોફ્ટ સિગ્નલ કેવી રીતે આપી શકે. તે 60-70 મીટર દૂર ઘાસથી ચિપકતા હાથ પર કેવી રીતે નજર રાખી શકે. આ ખરેખર આઈસીસી માટે પણ વિચારવા જેવી વાત છે. 

જો કે તેના પર હર્ષા ભોગલેએ સટીક વાત લખી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે એમ્પાયરે સોફ્ટ સિગ્નલ આપવાનું કારણ ડોક્યૂમેન્ટેડ છે. રિપ્લે પર એટલે સુધી કે ક્લીન કેચ પણ નથી દેખાતા કારણે તે 3ડી ઈવેન્ટની 2ડી ઈમેજ છે. આથી એમ્પાયર એ જુએ છે કે આંગળીઓ બોલની નીચે છે કે નહીં. આ એક ગ્રે ક્ષેત્ર છે પરંતુ ટેક્નોલોજી પાસે હાલ કોઈ જવાબ નથી. 3ડી કેમેરાની જરૂરિયાત છે?

એમ્પાયરની બીજી ભૂલ
1904 ઓવરમાં જ્યારે ભારતીય બેટ્સમેન વોશિંગ્ટન સુંદરે આર્ચરના બોલને ફટકાર્યો તો બાઉન્ડ્રી પાસે હાજર ફિલ્ડર આદિલ રશિદે બોલ પકડ્યો. રિપ્લે દરમિયાન બોલને પકડતી વખતે રાશિદના પગ રસ્સીને સ્પર્શતા જોવા મળી રહ્યા હતા આમ છતાં ટીવી એમ્પાયરે સુંદરને આઉટ જાહેર કર્યો. 

— abhinav. (@abhipvtx) March 18, 2021

થર્ડ એમ્પાયર પર ફેન્સ કાળઝાળ
આ ટી20 ઈન્ટરનેશનલ મેચ દરમિયાન થર્ડ એમ્પાયર વીરેન્દ્ર શર્માના બે ખોટા નિર્ણય પર ભારતીય ક્રિકેટ ફેન્સ ખુબ કાળઝાળ થયા છે. ટ્વિટર પર સતત ટીવી એમ્પાયરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

— Krishna (@Atheist_Krishna) March 18, 2021

— Yatin (@yatinkhurana8) March 18, 2021

— Rakesh Koul (@koshur_boye) March 18, 2021

😂🤣 #thirdumpire 🙏🙄
Present diagloue of @imVkohli 🤣😂 pic.twitter.com/rMh84Xypsv

— Viral Status 🔥 💯 💵 😍😘 (@Bhavani50757990) March 18, 2021

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news