Bengal Election 2021: બંગાળમાં 'જય શ્રી રામ'ના નારા સાથે ભાજપના આ 6 મુસ્લિમ ઉમેદવારો ઉતરશે ચૂંટણીના મેદાનમાં
Trending Photos
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) ની ઉપર સતત આરોપ લાગી રહ્યા છે કે તેઓ મુસલમાનોના ઉત્કર્ષ માટે કામ કરવાની વાત તો કરે છે પરંતુ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારતી નથી. પરંતુ મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 3 મહિલાઓ સહિત 6 મુસ્લિમ ઉમેદવારોનો મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.
100 સીટો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક
પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી રહે છે. રાજ્યના કુલ મતદારોમાં 30 ટકા મતદારો મુસલમાન છે. આવામાં જય શ્રી રામના નારા સાથે સોનાર બાંગ્લાનું સપનું દેખાડીને રાજ્યની સત્તા પર બિરાજમાન થવાની કોશિશ કરી રહેલા ભાજપની નજર અન્ય પક્ષોની જેમ આ વોટબેન્ક ઉપર પણ છે.
રાજ્યની કુલ 294 બેઠકોમાંથી લગભગ 100 બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આવામાં ભાજપ દ્વારા 6 મુસ્લિમ મતદારોને ટિકિટ આપવી એક મોટો નિર્ણય છે.
ચૂંટણી મેદાનમાં ઉતરશે 3 મહિલાઓ અને 3 પુરુષ ઉમેદવારો
ભાજપે જે 6 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે તેમાં પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ માફૂઝા ખાતુન પણ સામેલ છે. જેમને પાર્ટીએ સાગરદિધિ વિધાનસભા બેઠકથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત અન્ય બે મુસ્લિમ મહિલાઓને પણ ભાજપે ટિકિટ આપી છે. રાનીનગર વિધાનસભા બેઠકથી મસુહારા ખાતુન અને ડોમકલ વિધાનસભા બેઠકથી રૂબિયા ખાતુન ભાજપના ઉમેદવાર હશે.
આ ત્રણ મહિલા ઉમેદવારો ઉપરાંત ભાજપે હરિશ્ચંદ્રપુર સીટથી મોહમ્મદ મતીઉર રહેમાન, ભાગવાનગોલાથી મહેબૂબ આલમ અને સુજારપુરથી એડવોકેટ એસ કે જિયાઉદ્દીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
2019ની લોકસભા ચૂંટણીમાં જીતી હતી 18 બેઠકો
ભાજપ ગત અનેક વર્ષોથી પશ્ચિમ બંગાળમાં પોતાનો સિક્કો જમાવવાની તૈયારી કરી રહ્યો છે. જેનો ફાયદો તેને ગત વર્ષ 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં મળ્યો. રાજ્યની 42 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપને જીત મળી. અનેક બેઠકો પર તેના ઉમેદવારો બીજા નંબરે રહ્યા. આવામા ભાજપને આશા છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં સારો એવો ફાયદો મળશે.
પંચાયત ચૂંટણીમાં મોટા પાયે મુસ્લિમ ઉમેદવારો પર ખેલ્યો હતો દાવ
વર્ષ 2018માં રાજ્યમાં થયેલી પંચાયત ચૂંટણીમાં ભાજપે મોટી રાજનીતિક ચાલ રમતા 850 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેમાંથી 27 ઉમેદવારો વિજયી થયા હતા. આવામાં ભાજપે મુસ્લિમ ઉમેદવારોને લોભાવવા માટે 6 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાંચ વર્ષ પહેલા વર્ષ 2016માં પણ તેણે 6 ઉમેદવારોને ટિકિટ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે