કોરોનાનું 365 દિવસનું સરવૈયું : બદલાયું કંઈ નહિ, પણ બમણા જોરથી ફરી પાછો આવ્યો કોરોના
Trending Photos
- 19 માર્ચે ગુજરાતમાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો. ત્યારે એક વર્ષ પછી ગુજરાતમાં 1276 કેસ છે
- એક વર્ષમાં માણસોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ, તો સાથે જ કોરોનાએ પણ પોતાના સ્ટ્રેઈન બદલ્યા
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજે કોરોનાએ 365 દિવસ પૂરા કર્યા. આજના જ દિવસે ગત વર્ષે કોરોનાનો પહેલો કેસ રાજકોટમાં આવ્યો હતો. જેનાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેના બાદ 22 માર્ચે જનતા કરફ્યૂ અને 24 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરાયું હતું. જોકે, એક વર્ષ (one year of corona) માં આ સ્થિતિમાં કોઈ જ ફરક પડ્યો નથી. આ મહામારીનું સંકટ હજી પણ ટળ્યુ નથી. કોરોના બમણા જોરથી ફરી પાછો આવ્યો છે. એમ કહી શકાય કે એક વર્ષમાં આપણે હતા ત્યાં ને ત્યાં જ આવી ગયા છે. એક વર્ષમાં માણસોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ, તો સાથે જ કોરોનાએ પણ પોતાના સ્ટ્રેઈન બદલ્યા. પણ ફફડાટ હજી એનો એ જ છે. કોરોનાના 365 દિવસનું સરવૈયુ કાઢીએ તો, વેક્સીન આવ્યા બાદ પણ કોરોનાનો ખતરો ટળ્યો નથી.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનું એક વર્ષ, 19 માર્ચે રાજકોટમાં આવ્યો હતો પહેલો કેસ
એક વર્ષમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ
19 માર્ચે ગુજરાતમાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો. ત્યારે એક વર્ષ પછી ગુજરાતમાં 1276 કેસ (gujarat corona update) છે અને 3ના મોત નોંધાયા છે. હાલ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. એક વર્ષ બાદની સ્થિતિ પર નજર કરીએ, તો ગુજરાત હાલ આંશિક લોકડાઉનની સ્થિતિમાં છે. ગુજરાતના મહાનગરોમાં કરફ્યૂ લગાવાયેલો છે. શાળા-કોલેજ, મોલ-મલ્ટીપ્લેક્સ, બગીચાઓ, બસો બધુ જ બંધ છે. એક વર્ષમાં આપણે શું શું ન જોયું. વર્ષના અડધા તહેવારો ઘરના બંધ દરવાજાની અંદર ઉજવ્યા. તો બાળકો ઓનલાઈન શિક્ષણ લેતા થઈ ગયા. લોકોએ ઓનલાઈન નોકરી કરી. અગાશી પર જઈને થાળી વગાડી, કોરોના વોરિયર્સ માટે દીવા પ્રગટાવ્યા, પણ એક વર્ષમાં હતા ત્યાં ને ત્યાં જ આવીને ઉભા રહી ગયા. ગુજરાતની અનેક હોસ્પિટલોમાં આ દરમિયાન આગના બનાવ બન્યા, જેમાં કેટલાક કોરોના દર્દીઓએ જીવ પણ ખોયો.
આ પણ વાંચો : લોકડાઉન, નાઇટ કર્ફ્યૂ સહિતનાં તમામ પગલા દળીદળીને ઢાકણીમાં ભર્યા, 1 વર્ષ પહેલા આવ્યો હતો પ્રથમ કેસ, સ્થિતી યથાવત્ત
એક વર્ષમાં ગુજરાત ફરી આંશિક લોકડાઉન તરફ
હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન વચ્ચે વધુ એક અફવાએ જોર પકડ્યું છે. આંશિક બંધ વચ્ચે ગુજરાતમાં ફરીથી શનિવાર અને રવિવારે કરફ્યૂ આવે તેવી ચર્ચા ઉઠી છે. આ ચર્ચાને પગલે લોકો મોલમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. તો બીજી તરફ, શાક માર્કેટમાં પણ ભીડ ઉમટી પડી છે. ફરીથી આખા દિવસના કરફ્યૂ આવશે એ બીકે લોકો ઘરમાં સામાન ભરી રહ્યાં છે. ઘરઘરમાં ચર્ચા થઈ રહી છે કે, શું ફરીથી આખા દિવસના કરફ્યૂ આવશે. શું ફરીથી લોકડાઉન આવશે. આ ચર્ચાને પગલે લોકોએ શનિ-રવિના આયોજન પર બ્રેક લગાવી છે. લોકોએ જરૂરિયાતના કામ વગર ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.
એક વર્ષમાં ઠેરના ઠેર
અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં આજ રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. નવો આદેશ ના આવે ત્યાં સુધી આ સમય દરમિયાન રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. તો 8 મહાનગરપાલિકાઓમાં આજથી ઓફલાઈન પરીક્ષા અને શૈક્ષણિક કાર્યબંધ કરવાનો આદેશ રાજય સરકારે આપ્યો છે. જોકે 8 મહાનગરપાલિકાઓમાં ઓનલાઈન પરીક્ષા અને ઓનલાઈન શૈક્ષણિક કાર્ય તો ચાલુ જ રહેશે. 8 મનપાની શાળા-કોલેજોમાં આજથી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ અપાયો છે. 8 મનપા સિવાય અન્ય જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક શાળાએ જઇ શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે