દ.આફ્રીકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે સૂર્યાના કેચ પર સવાલ ઉઠાવનારાઓને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ Video
Watch Video: ફાઈનલમાં સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરનો બાઉન્ડ્રી પર કરેલો કેચ વિવાદમાં સપડાયો પરંતુ હવે દક્ષિણ આફ્રીકાના જ એક દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટરે સૂર્યકુમાર યાદવના કેચ પર થયેલા વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે.
Trending Photos
ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રીકા વચ્ચે એક ખુબ જ રોમાંચક મેચ જોવા મળી હતી. મેચ છેલ્લી ઓવર સુધી ગઈ જેમાં ભારતે એક ઓવરમાં 16 રન બચાવવાના હતા. ત્યારે ક્રિસ પર ડેવિડ મિલર જેવો ખતરનાક બેટ્સમેન હાજર હતો. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો. તેના પહેલા જ બોલ પર મિલરે હવામાં બોલ જોરથી ઉછાળ્યો અને છગ્ગો માર્યો પરંતુ સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર એક જબરદસ્ત કેચ કર્યો. આ એક એવો મેચ વિનિંગ કેચ હતો જેણે ભારતની જીત પાક્કી કરી દીધી. પરંતુ આ કેચ બાદમાં વિવાદમાં સપડાયો. આ વિવાદ વચ્ચે હવે દક્ષિણ આફ્રીકના જ એક દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટરે સૂર્યકુમાર યાદવના કેચ પર થયેલા વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે.
જણાવી પૂરી સચ્ચાઈ
દક્ષિણ આફ્રીકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ કોમેન્ટેટર શોન પોલકે આ અંગે પૂરેપૂરી સચ્ચાઈ જણાવી છે. તેમણે ટાઈમ્સ ઓફ કરાચીને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે સૂર્યકુમાર યાદવે મિલરનો જે કેચ કર્યો તે સંપૂર્ણ રીતે ઠીક હતો. તેમાં ક્યાંય કોઈ પણ પ્રકારની કમી નહતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી રોપના કુશનને પાછળ હટાવ્યું નહતું. પોલકે સૂર્યકુમાર યાદવના કેચના વખાણ પણ કર્યા. અત્રે જણાવવાનું કે મેચ દરમિયાન શોન પોલક મેદાન પર જ હાજર હતા. હવે તેમના આ નિવેદનથી સ્પષ્ટ થઈ જાય છે કે ટીમ ઈન્ડિયા પર લાગેલા આરોપ પાયાવિહોણા છે.
Debate is over, Miller’s catch was fine, the cushion didn’t move, surya didn’t stand on the cushion, brilliant bit of skill - Shaun Pollock pic.twitter.com/RnKiYAlYry
— Nibraz Ramzan (@nibraz88cricket) June 30, 2024
શું હતો વિવાદ
સૂર્યકુમાર યાદવનો કેચ ફાઈનલના દિવસથી ચર્ચામાં હતો. એક બાજુ તેના કેચના વખાણ થઈ રહ્યા હતા ત્યાં બીજી બાજુ સોશિયલ મીડિયામાં દાવો થઈ રહ્યો હતો કે તેમનો પગ બાઉન્ડ્રી રોપને ટચ થઈ ગયો હતો. તેમના આ કેચ પર એવો પણ આરોપ લાગ્યો હતો કે બાઉન્ડ્રી રોપને તેની વાસ્તવિક જગ્યાએથી પાછળ હટાવવામાં આવ્યો હતો. આઈસીસીના બાઉન્ડ્રીના નિયમો મુજબ તે છગ્ગો હોવો જોઈતો હતો. પરંતુ એમ્પાયરે ઉતાવળમાં ખોટો નિર્ણય આપ્યો. ટીમ ઈન્ડિયાએ ચીટિંગ કરીને દક્ષિણ આફ્રીકના હરાવ્યું એવા આરોપ લાગવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે