CT 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પર આવ્યો મોટો નિર્ણય! ICCએ માની પાકિસ્તાનની શરતો, હાઇબ્રિડ મોડલ માટે તૈયાર PCB
Champions Trophy Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શરતોને આઈસીસીએ મંજૂરી આપી દીધી છે. પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફીના હાઈબ્રિડ મોડલ પર આયોજન માટે માની ગયું છે.
Trending Photos
Champions Trophy Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શરતોને ICC માની ગયું છે. ત્યારબાદ આઈસીસીએ હાઈબ્રિડ મોડલને મંજૂરી આપી છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મેજબાનીની જિદ પર અડગ હતું. પરંતુ બીસીસીઆઈ અને પીસીબીની વચ્ચે સહમતિ બાદ હાઈબ્રિડ મોડલને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ પાકિસ્તાનને અમુક શરતો રાખી હતી, જેના માટે પીસીબી માની ગયું છે.
ક્યા થશે ભારતનો મુકાબલો?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે આઈસીસીએ અત્યાર સુધી શેડ્યૂલ જાહેર કર્યું નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતની મેચ દુબઈમાં થશે. પાકિસ્તાનને ટી20 વર્લ્ડકપ 2026ને લઈને શરતો રાખી હતી કે તે લીગ સ્ટેજ મુકાબલા માટે ભારતમાં આવશે નહીં. પાકિસ્તાન ટીમ માટે મેચ કોલંબોમાં આયોજિત કરવામાં આવશે. રિપોર્ટ્સના મતે આ શરતને મંજૂરી આપતા આઈસીસીએ હાઈબ્રિડ મોડલ પર ઢપ્પો લગાવ્યો છે.
પાકિસ્તાનને નહીં મળે વળતર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025થી ભારતની મેચોની મેજબાની છીનવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તેના માટે કોઈ વળતર નહીં મળે. પરંતુ પીસીબીએ 2027 બાદ આઈસીસી મહિલા ટૂર્નામેન્ટની મેજબાનીનો અધિકાર લઈ લીધો છે. આ ડીલથી બીસીસીઆઈ, આઈસીસી અને પીસીબી ત્રણેય સહમત થતાં જણાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે