છેત્રીની 100મી મેચ બની યાદગાર, ભારતે કેન્યાને 3-0થી હરાવ્યું

ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ પોતાની 100મી મેચ યાદગાર બનાવતા 2 ગોલ કર્યા હતા. 

છેત્રીની 100મી મેચ બની યાદગાર, ભારતે કેન્યાને 3-0થી હરાવ્યું

મુંબઈઃ ભારતે સોમવારે ઇન્ટરકોન્ટિનેન્ટલ ફુટબોલ કપના મેચમાં કેન્યાને 3-0થી હરાવ્યું. સુનીલ છેત્રીએ આ મેચમાં બે ગોલ કર્યા. 

ભારતે આ મેચમાં આસાનીથી કેન્યાને પરાજય આપ્યો. આ મેચ ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી માટે ખૂબ મહત્વનો હતો. આ તેના કેરિયરનો 100મો મેચ હતો. આ મેચમાં બે ગોલ કરીને તેણે આ મેચને પોતાની માટે યાદગાર બનાવી લીધો. 

સુનીલ છેત્રી સિવાય જેજે લાલપેખલુઆએ આ મેચમાં એક ગોલ કર્યો. આ જીતની સાથે ભારત ચાર દેશોના ઇન્ટરકોન્ટિનેન્ટલ કપના ફાઇનલમાં પહોંચી ગયું છે. 

તમને જણાવી આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યાં. આ મેચ પહેલા તમામ ટિકિટો વેંચાઇ ગઈ હતી. છેત્રીએ ભારતીય દર્શકોના સમર્થનની ભાવુક અપીલ કરી હતી. ત્યારબાદ ખેલ જગત સહિત બીજા ક્ષેત્રના દિગ્ગજોએ તેની અપીલનું સમર્થન કર્યું હતું. આ કારણે આ મેચ ખૂબ ચર્ચામાં હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news