બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપઃ પ્રણોયે પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન લિન ડેનને હરાવ્યો

ભારતીય શટલર એચએસ પ્રણોયે બીડબ્લ્યૂ બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. 
 

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપઃ પ્રણોયે પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન લિન ડેનને હરાવ્યો

બાસેલ (સ્વિટ્ઝર્લેન્ડ): ભારતના એચએસ પ્રણોયે બીડબ્લ્યૂએફ બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં મંગળવારે મોટો અપસેટ કર્યો હતો. તેણે પોતાની બીજી મેચમાં બે વખતના ઓલિમ્પિક ચેમ્પિયન અને પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન ચીનના લિન ડેનને હરાવ્યો હતો. આ પહેલા ચેમ્પિયનશિપમાં ભારતના સમીર વર્માએ પ્રથમ રાઉન્ડમાં અપસેટનો શિકાર બન્યું પડ્યું હતું. સમીરને સિંગાપુરના કીન યેઉ લોહે હરાવ્યો હતો. 

વિશ્વ રેન્કિંગમાં 30મા નંબરના ખેલાડી પ્રણોયે વર્લ્ડ નંબર-17 ડેનને 21-11, 13-21, 21-7થી પરાજય આપ્યો હતો. પ્રણોયે આ મુકાબલાને એક કલાક બે મિનિટમાં પોતાના નામે કર્યો હતો. આ જીતની સાથે પ્રણોયે ડૈન વિરુદ્ધ પોતાના કરિયરનો રેકોર્ડ 3-2નો કરી લીધો છે. 

ભારતીય ખેલાડીએ મેચમાં ધમાકેદાર શરૂઆત કરતા પ્રથમ ગેમથી પોતાના પકડ મજબૂત રાખી હતી. પ્રણોયે પહેલા તો 8-3 અને પછી 12-5ની લીડ બનાવી લીધી હતી. તેણે પછી 16-9ની લીડ મેળવ્યા બાદ 21-11થી ગેમ પોતાના નામે કરી લીધી હતી. 

લિન ડેને બીજી ગેમમાં સારી વાપસી કરી હતી. એક સમયે સ્કોર 5-5થી બરોબરી પર રહ્યાં બાદ ડૈને પહેલા તો 10-7 અને પછી 14-9ની લીડ બનાવી લીધી હતી. ચીની ખેલાડીએ ત્યાપબાદ 17-11ની લીડ બનાવ્યા બાદ 21-13થી બીજી ગેમ જીતીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. 

ત્રીજી ગેમમાં પ્રણોયે પહેલા તો 4-1ની લીડ બનાવી અને પછી તેણે એક સમયે 10-5નો સ્કોર કરી લીધો હતો. ભારતીય ખેલાડીએ સતત પોઈન્ટ મેળવતા 19-7ની શાનદાર લીડ બનાવી લીધી અને પછી 21-7થી ગેમ અને મેચ પોતાના નામે કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news