ભારતના આ દિગ્ગજ ક્રિકેટર પર બનશે Biopic, રાજકુમાર હિરાની ફિલ્મ કરશે ડાયરેક્ટ

Lala Amarnath Biopic: લાલા અમરનાથના જીવન પર આધારિત ફિલ્મ જોવા મળશે. આ ફિલ્મ રાજકુમાર હિરાણી ડાયરેક્ટ કરશે. ચર્ચાઓ છે કે આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં જ રિલીઝ થઈ જશે.

ભારતના આ દિગ્ગજ ક્રિકેટર પર બનશે Biopic, રાજકુમાર હિરાની ફિલ્મ કરશે ડાયરેક્ટ

Lala Amarnath Biopic: ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ટુંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી લાલા અમરનાથના જીવન પર ફિલ્મ જોવા મળશે. અત્યાર સુધીમાં ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન, મહેન્દ્ર સિંહ ધોની, કપિલ દેવ, પ્રવિણ તાંબે અને મિતાલી રાજ પર બાયોપિક બની ચુકી છે અને હવે લાલા અમરનાથના જીવન પર આધારિત ફિલ્મ જોવા મળશે. આ ફિલ્મ રાજકુમાર હિરાણી ડાયરેક્ટ કરશે. ચર્ચાઓ છે કે આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં જ રિલીઝ થઈ જશે. ફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવશે.  

આ પણ વાંચો: 

રાજકુમાર હિરાણી લાલ અમરનાથની બાયોપિક 4 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં જ રજૂ કરવાની તૈયારી કરી ચુક્યા હતા. પરંતુ કોઈને કોઈ કારણોસર આ પ્રોજેક્ટમાં વિલંબ થતો રહ્યો. જો કે હવે આ ફિલ્મ પર કામ શરુ થઈ ચુક્યું છે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ સાથે ચર્ચાઓ એવી પણ સામે આવી રહી છે કે રાજકુમાર હિરાણીએ શાહરૂખ ખાન સમક્ષ ડંકી અને લાલા અમરનાથની બાયોપિક એમ બે ફિલ્મોની સ્ક્રિપ્ટ મુકી હતીત જેમાંથી શાહરુખે કઈ પસંદ કરી તે તો સૌ જાણે જ છે. ત્યારે જોવાનું રહ્યું કે આ બાયોપિક માટે કયા હિરોની પસંદગી કરવામાં આવશે.

ફિલ્મ અંગે એવું પણ જાણવા મળ્યું છે કે લાલા અમરનાથની બાયોપિક સંપૂર્ણ સ્પોર્ટ્સ બાયોપિક નહીં હોય. પરંતુ આ ફિલ્મને હિરાણી પોતાની સ્ટાઇલમાં બનાવશે જેમાં ક્રિકેટની સાથે લાલા અમરનાથના અંગત જીવનને પણ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news