પ્રો કબડ્ડી લીગ 2018-19: બેંગલૂરૂ બુલ્સે ગુજરાત ફોર્ચ્યૂનજાયન્ટ્સને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો

બેંગલુરૂ બુલ્સે ગુજરાત ફોર્ચ્યૂનજાયન્ટ્સને 38-33 થી હરાવી પહેલી વખત પીકેએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ મેચમાં હીરો તરીકે પવન કુમાર સેહરાવત રહ્યો, જેણે પોતાની સુઝબૂઝથી ટીમને જીત અપાવી છે.

પ્રો કબડ્ડી લીગ 2018-19: બેંગલૂરૂ બુલ્સે ગુજરાત ફોર્ચ્યૂનજાયન્ટ્સને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો

નવી દિલ્હી: પ્રો કબડ્ડી લીગના છઠા સીઝનની ફાઇનલ ગેમ્સમાં બેંગલુરૂ બુલ્સે ગુજરાત ફોર્ચ્યૂનજાયન્ટ્સને 38-33 થી હરાવી પહેલી વખત પીકેએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ મેચમાં હીરો તરીકે પવન કુમાર સેહરાવત રહ્યો, જેણે પોતાની સુઝબૂઝથી ટીમને જીત અપાવી છે. પવન કુમારે 22 પોઇન્ટ હાંસલ કરી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

બેંગલુરૂ બુલ્સે ટોસ જીત્યો અને પ્રથમ કોર્ટ પસંદ કર્યો હતો. શરૂઆતમાં રમત ખુબ જ ધીમી ચાલી રહી હતી. બેંને ટીમો એકબીજા પર દબાવ બનાવવામાં નિષ્ફળ રહી હતી. રમતની પહેલી 10 મીનિટ પછી, બંને ટીમોનો સ્કોર 6-6 સાથે બરાબર રહ્યો હતો. બુલ્સ માટે પવને સારુ પ્રદર્શન કરતા રેડમાં પોઇન્ટ્સ સ્કોર કર્યો હતો. પરંતુ મહત્વપૂર્ણ સમય પર તે આઉટ થઇ ગયો હતો, જેના કારણે ટીમ પર દબાવ બન્યો હતો.

— anand mahindra (@anandmahindra) January 5, 2019

ગુજરાતના ડિફેન્ડરે શાનદાર રીતે ફોર્મમાં વાપસી કરી અને તે બુલ્સને ઓલઆઉટ કરવાની નજીક પહોંચી ગયો હતો. કાશિલિંગ એડકેએ ટીમને બચાવી, પરંતુ 19મી મીનિટમાં આખેર પ્રપંજને તેને રેડમાં આઉટ કરી બૂલ્સને આલઆઉટ કરી પોતાની ટીમને લીડ અપાવી હતી. પહેલા હાફ બાદ ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સે 16-9 સાથે લીડ હાંસલ કરી હતી.

જ્યારે બીજા હાફની શરૂઆત બુલ્સ માટે સારી રહી ન હતી અને પહેલા રેડમાં જ પવન આઉટ થઇ જવાથી ટીમ પર ફરી દબાવ બન્યો હતો. જો કે, બુલ્સના ડિફેન્ડરે પહેલા સચિન અને પછી પ્રપંજને આઉટ કરી રમતમાં વાપસીના સંકેત આપ્યા હતા. બુલ્સ માટે મોટો આંચકો ટીમના કેપ્ટન રોહિત કુમારનું નબડૂ પર્ફોમન્સ હતું અને તે ટીમ માટે સારા સમાટાર ન હતા. મેચની 26 મીનિટ સુધી રોહિતે એકપણ પોઇન્ટ બનાવ્યો ન હતો.

પવને સતત અંક મેળવીને પોતાની ટીમને આગળ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મેચની 30મી મીનિટ પર પવને તેના સુપર 10 પૂરા કર્યા અને 31મી મીનિટ પર ગુજરાતને ઓલઆઉટ કરી પોતાની ટીમને લીડ અપાવી હતી. રોહિત ગુલિયાએ મહત્ના સમય પર સુપર રેડ કરી પોતાની ટીમને ફાયદો પહોંચાડ્યો હતો. અંતમાં મહત્વના સમય પર બુલ્સે ફરી એક વાર ગુજરાતને ઓલઆઉટ કરવાની સાથે પહેલી વખત પીકેએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news