Tokyo Olympics: BCCI પીએમ મોદીના ચીયર ફોર ઈન્ડિયા અભિયાનમાં થયું સામેલ, એથલીટોને આપી શુભેચ્છા
બીસીસીઆઈએ શનિવારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં જનારા એથલીટો માટે ચીયર કર્યુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીના ચીયર ફોર ઈન્ડિયા અભિયાનમાં સામેલ થયું છે. ટોક્યો ઓલિમ્પિકમાં જનારા એથલીટોને બીસીસીઆઈએ વીડિયો શેર કરી શુભેચ્છા આપી છે. ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી શરૂ થશે અને 8 ઓગસ્ટ સુધી ચાલશે. ભારતના એથલીટોનું પ્રથમ દળ 17 જુલાઈએ ટોક્યો માટે રવાના થશે. પ્રધાનંત્રી મોદીએ શુક્રવારે ખેલાડીઓની તૈયારીનું નિરીક્ષણ પણ કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી કે તે 13 જુલાઈએ બધા દેશવાસીઓ તરફથી ખેલાડીઓની મુલાકાત કરશે.
બીસીસીઆઈએ શનિવારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં જનારા એથલીટો માટે ચીયર કર્યુ છે. વીડિયોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સે શુભેચ્છા આપી છે. બીસીસીઆઈ ગર્વથી ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટોક્યો જનારા ભારતીય એથલીટોને પૂર્ણ રીતે સપોર્ટ કરનારા અભિયાનમાં સામેલ છે. એથલીટોએ ખુબ મહેનત કરી અને તે જવા માટે ઉત્સુક છે. આવો સાથે જોડાવો.
The BCCI proudly joins the Honourable Prime Minister of India Shri @narendramodi in extending our wholehearted support to the Team India Athletes @Tokyo2020
They have trained hard and are raring to go.
Let us get together and #Cheer4India | @JayShah | @IndiaSports pic.twitter.com/KDDr5wA28S
— BCCI (@BCCI) July 10, 2021
ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) એ પહેલા પુષ્ટિ કરી દીધી
છે કે બોક્સર મેરી કોમ અને પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ આગામી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય દળના ધ્વજવાહક હશે. તો સમાપન સમારોહમાં રેસલર બજરંગ પુનિયા ધ્વજવાહક હશે. આઈઓએ અધ્યક્ષ નરિંદર બત્રાએ પણ પુષ્ટિ કરી છે કે ટોક્યો ઓલિમ્પિકમાં જનારા દળમાં 126 એથલીટ અને 75 અધિકારી હશે. પીએમ મોદીએ થોડા સમય પહેલા ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલીફાઇ કરનારા ભારતીય ખેલાડીઓના સંઘર્ષની પ્રશંસા કરી હતી. તેમણે દેશની જનતાને અપીલ કરી હતી કે વધુ દબાવ વગર આ ખેલાડીઓનું પણ સમર્થન કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે