ભાવનગરની અનોખી કોર્ટ જ્યાં મિનિટોમાં આવે છે ચુકાદા, એક જ દિવસમાં 10 હજાર કેસોનો નિકાલ
Trending Photos
* ભાવનગર ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ થયો
* કેસોના ઝડપી નિકાલ માટે રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ
* ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એ.જી.ઉરૈઝી ની ખાસ ઉપસ્થિતિ
નવનીત દલવાડી/ ભાવનગર : શહેરમાં ખાતે આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એ.જી.ઉરૈઝી ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. જેમાં ભાવનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટના જજ વાચ્છાણી સહિતના જજો અને વકીલો જોડાયા હતા. જેમાં અદાલતમાં કેસ દાખલ થતા પહેલા સમાધાનકારી વલણથી કેસોનો ઝડપી નિકાલ થાય એટલેકે બંને પક્ષકારો વચ્ચે કોઈના કેસો આસાનીથી નિવારી શકાય તે માટે આ રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેર અને જીલ્લામાં બેંકો, વીજ કંપની, મોબાઈલ કંપનીઓ, ખાનગી ફાઈનાન્સ કંપનીઓ તેમજ એમ.એ.સી.તી સહિતના વિવિધ કેસો મુકવામાં આવેલા હોય. આ કેસોમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન શક્ય હોય જેથી કોર્ટને નવા કેસો નું ભારણ અટકે અને આ કેસોનો આસાનીથી નિકાલ થઇ શકે તેવા ઉમદા હેતુસર આજે ભાવનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ કરાયો હતો.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એ.જી.ઉરૈઝીની હાજરીમાં કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય લોક અદાલતનો દેશભરમાં સૌ પ્રથમ પ્રારંભ આજથી વર્ષો પહેલા તે સમયના સવોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વાય.એન.ચંદ્રચુડના અધ્યક્ષ પડે પ્રારંભ થયો હતો જે એક સપ્તાહ જેટલી કાર્યરત રહી હતી અને અનેક કેસોનો નિકાલ પક્ષકારો વચ્ચે સમાધાનકારી વલણ અપનાવી કરવામાં આવ્યો હતો ત્યારે આજે ફરી ભાવનગર ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે