BCCI એ વાર્ષિક કરારની કરી જાહેરાત, સંજૂ સેમસન, શિખર ધવન સહિત આ 26 ખેલાડીઓને મળી જગ્યા
ભારતીય ક્રિકેટ બોર્ડે વર્ષ 2022-2023 માટે ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. જેમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા મળી છે. ચાર કેટેગરી બીસીસીઆઈએ બનાવી છે. ટોપમાં એ પ્લસ કેટેગરી છે, જેમાં ચાર ખેલાડીઓ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ 2022-2023 માટે ખેલાડીઓની સાથે વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. રિટેનરશિપ લિસ્ટ બીસીસીઆઈએ રવિવારે 26 માર્ચની મોડી રાત્રે જાહેર કર્યું છે, જેમાં 26 ખેલાડીઓને જગ્યા મળી છે. ચાર કેટેગરી બીસીસીઆઈએ બનાવી છે. ટોપમાં એ પ્લસ કેટેગરી છે, જેમાં ચાર ખેલાડીઓ સામેલ છે. પરંતુ તેમાંથી એક ખેલાડી ઈજાગ્રસ્ત છે.
બીસીસીઆઈએ એ પ્લસ, એ, બી અને સી કેટેગરીમાં કુલ 26 ખેલાડીઓ પસંદ કર્યાં છે. એ પ્લસમાં 4, એ કેટેગરીમાં 5, બી કેટેગરીમાં 6 અને સી કેટેગરીમાં 11 ખેલાડી સામેલ છે. ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધીનો ખેલાડીઓ સાથે વાર્ષિક કરાર છે, જેમાં પ્રથમ કેટેગરીવાળા ખેલાડીઓને એક વર્ષ માટે 7 કરોડ રૂપિયા, એ કેટેગરી માટે 5 કરોડ, બી કેટેગરી માટે 3 કરોડ અને સી કેટેગરીના ખેલાડીઓને 1-1 કરોડ રૂપિયા મળશે.
એ પ્લસ ગ્રેડ (7 કરોડ)
રોહિત શર્મા
વિરાટ કોહલી
જસપ્રીત બુમરાહ
રવીન્દ્ર જાડેજા
એ પ્લસ ગ્રેડ (5 કરોડ)
હાર્દિક પંડ્યા
આર અશ્વિન
મોહમ્મદ શમી
રિષભ પંત
અક્ષર પટેલ
બી ગ્રેડ (3 કરોડ)
ચેતેશ્વર પુજારા
કેએલ રાહુલ
શ્રેયસ અય્યર
મોહમ્મદ સિરાજ
સૂર્યકુમાર યાદવ
શુભમન ગિલ
NEWS 🚨- BCCI announces annual player retainership 2022-23 - Team India (Senior Men).
More details here - https://t.co/kjK4KxoDdK #TeamIndia
— BCCI (@BCCI) March 26, 2023
સી ગ્રેડ (1 કરોડ)
ઉમેશ યાદવ
શિખર ધવન
શાર્દુલ ઠાકુર
ઈશાન કિશન
દીપક હુડ્ડા
યુઝવેન્દ્ર ચહલ
કુલદીપ યાદવ
વોશિંગટન સુંદર
સંજૂ સેમસન
અર્શદીપ સિંહ
કેએસ ભરત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે