ક્રાઇસ્ટચર્ચમાં શૂટઆઉટને કારણે રદ્દ થઈ NZ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચને રદ્દ કરી દેવામાં આવી છે. તેની જાણકારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ આપી છે. 

ક્રાઇસ્ટચર્ચમાં શૂટઆઉટને કારણે રદ્દ થઈ NZ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં ગોળીબારી બાદ દેશભરમાં એલર્ટ છે. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચને રદ્દ કરી દેવામાં આવી છે. જેની જાણકારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે, અત્યારે રમત પ્રત્યે કોઈ વિચાર નથી. આ હુમલો હાલમાં સૌથી મોટી ચિંતાનો વિષય છે. ખેલાડીઓને હજુ થોડો સમય આપવો જોઈએ. 

મહત્વનું છે કે, જે સમયે મસ્જિદમાં ગોળીબારી થઈ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં હાજર હતી. પરંતુ ટીમના તમામ સભ્યો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. બાંગ્લાદેશના ખેલાડીઓએ ટ્વીટ કરીને આ વાતને સમર્થન આપ્યું છે. બાંગ્લાદેશી ક્રિકેટર તમીમ ઇકબાલે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે, તેની ટીમ આ સમયે સુરક્ષિત છે, તમે અમને દુવાઓમાં યાદ રાખો. 

ન્યૂઝીલેન્ડના મીડિયા પ્રમાણે ક્રાઇસ્ટચર્ચની મસ્જિદોમાં ફાયરિંગના બંધૂકધારીએ 17 મિનિટ સુધી લાઇવ વીડિયો બનાવ્યો છે. તેની ઓળખ બ્રેન્ટન ટૈરન્ટના રૂપમાં થઈ છે. 28 વર્ષીય બ્રેન્ટન ટૈરન્ટ ઓસ્ટ્રેલિયાનો વતની છે. તેણે પહેલા ડીન એવેન્યૂમાં અલ નૂર મસ્જિદની પાસે પોતાની કાર પાર્ક કરી હતી. ત્યારબાદ તેણે બંદૂક કાઢી અને મસ્જિદમાં ઘુસતા અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ફાયરિંગ પહેલા તેણે 73 પાનાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. 

બે ડઝનથી વધુના મોત થયાના સમાચાર
સમાચાર એજન્સી રોયર્ટસે ન્યૂઝીલેન્ડના સ્થાનિક મીડિયાના હવાલે આ ઘટનામાં 9થી 27 લોકોના માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.  અનેક લોકો  ઘાયલ પણ થયા છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે અને ફાયરિંગ સમયે તે પણ મસ્જિદમાં હાજર હતી. જો કે આ દુર્ઘટનામાં તે સુરક્ષિત છે. આ જાણકારી ટીમના એક કોચે મીડિયાને આપી છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડમાં એક ટેસ્ટ મેચ રમવાની છે.  પોલીસ કમીશનર માઈક બુશના જણાવ્યાં મુજબ ચાર લોકોની ધરપકડ કરાઈ છે જેમાં એક મહિલા અને 3 પુરુષો સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news