ટીમ ઇન્ડિયાના આ ખેલાડીનો ખરાબ સમય શરૂ! લોકોએ કરી આ માંગ

IND vs SA T20: ટીમ ઇન્ડિયાને સાઉથ આફ્રિકા સામે 5 મેચની ટી20 સીરિઝની પહેલી મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચ બાદ લોકોના નિશાના પર ટીમ ઇન્ડિયાનો એક ખેલાડી આવી ગયો છે.

ટીમ ઇન્ડિયાના આ ખેલાડીનો ખરાબ સમય શરૂ! લોકોએ કરી આ માંગ

IND vs SA T20: ટીમ ઇન્ડિયાને સાઉથ આફ્રિકા સામે 5 મેચની ટી20 સીરિઝની પહેલી મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમની પહેલી મેચ હતી. આ હારની સાથે ટીમ ઇન્ડિયાનું સતત 13 ટી20 મેચ જીતવાનું સપનું પણ ચૂર-ચૂર થઈ ગયું છે. આ મેચ બાદ લોકોના નિશાન પર ટીમ ઇન્ડિયાનો એક ખેલાડી આવી ગયો છે.

આ ખેલાડી પર ભડક્યા લોકો
પહેલી મેચમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના ફેન્સ કેપ્ટન ઋષભ પંતથી ઘણા નારાજ છે. પંતને કેપ્ટનશીપ આપવાની વિરૂધમાં લોકો સતત સોશિયલ મીડિયા પર તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે પંતની જગ્યાએ ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીને સોંપવી જોઈતી હતી. જો કે, હાલમાં જ આઇપીએલ ટ્રોફી જીતી વાપસી કરી રહ્યા છે. પહેલી મેચમાં કેટલાક નિર્ણય પણ એવા રહ્યા જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને યુજવેન્દ્ર ચહલ જેવા સ્ટાર ખેલાડીને 4 ઓવર પુરી ન આપવી.

લોકોએ કહ્યું રિટાયરમેન્ટ લઈ લે
પંતની કેપ્ટનશીપથી નાખુશ લોકોએ તેને ટી20 ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાની સલાહ આપી છે. પંતે જે નિર્ણય એક કેપ્ટન તરીકે લીધો તેનાથી લોકો ખુશ નથી. લોકોનું માનવું છે કે, પંતને ટેસ્ટ અને વન ડે ક્રિકેટ રમવી જોઇએ. લોકો એટલા માટે આ કહી રહ્યા છે કેમ કે પંતનું પ્રદર્શન આઇપીએલમાં પણ છેલ્લા કેટલાય વર્ષથી ખરાબ રહ્યું છે. એક સમય આ ફોર્મેટનો સૌથી ઘાતક ખેલાડી માનવામાં આવતો પંત હવે ટી20 ક્રિકેટમાં ખાસ પ્રદર્શન કરી રહ્યો નથી.

ભારતીય ટીમ 1-0 થી પાછળ
સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આફ્રિકન ટીમે 7 વિકેટથી આ મેચ જીતી છે. આ હારની સાથે જ ભારતીય ટીમ સીરિઝમાં 1-0 થી પાછળ રહી ગઈ છે. ભારતીય ટીમે 211 રન બોર્ડ પર લગાવીને પણ આ મેચને બચાવી શકી નહીં. ટીમ ઇન્ડિયાના બોલર આ મેચમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news