ઇમરાન ખાને શું સમજાવીને T20 વિશ્વકપમાં મોકલ્યા છે, ભારત સામે મેચ પહેલા બાબરે કર્યો ખુલાસો

ટી20 વિશ્વકપમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. મેચ પહેલા બાબર આઝમે પત્રકાર પરિષદમાં અનેક સવાલોના જવાબ આપ્યા અને ભારત-પાક મેચને લઈને વાત કરી હતી. 
 

ઇમરાન ખાને શું સમજાવીને T20 વિશ્વકપમાં મોકલ્યા છે, ભારત સામે મેચ પહેલા બાબરે કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમને પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાના અનુભવ જણાવીને મોકલ્યો છે. આઝમે ભારત વિરુદ્ધ મેચ પહેલા પત્રકાર પરિષદમાં આ વાત જણાવી છે. ટી20 વિશ્વકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. એક સવાલના જવાબમાં આઝમે કહ્યુ કે, યૂએઈ રવાના થતા પહેલા ઇમરાન ખાન સાથે તેમની મુલાકાત થઈ હતી. ત્યારે તેમણે વિશ્વકપના પોતાના અનુભવ (ઇમરાન 1992 વનડે વિશ્વકપ વિજેતા પાકિસ્તાન ટીમના કેપ્ટન હતા) જણાવ્યા. વાંચો બાબર આઝમે શું કહ્યુ..

1. ભારત અને પાકિસ્તાનનો મુકાબલો હંમેશા મુશ્કેલ હોય છે. જો અમારે જીતવુ છે તો સારી બેટિંગની સાથે-સાથે સારી બોલિંગ કરવી પડશે. લાસ્ટ મેચમાં અમે જોયું કે બેટિંગ તો સારી હતી પરંતુ બોલિંગ ધારાશાયી થઈ. બોલર્સને તમે શું કહ્યું છે, તેના માટે શું ગોલ સેટ કર્યા છે?
બાબર આઝમઃ ઈન્ડિયા-પાકિસ્તાનની ગેમ હંમેશા હાઈ-ઇન્ટેન્સિટીવાળી મેચ હોય છે. તમે રિલેક્સ ન થઈ શકો. બેટિંગ- બોલિંગ જ નહીં ફીલ્ડિંગમાં પણ સારૂ કરવું પડે છે. ત્રણેય ક્ષેત્રમાં તમે સારૂ કરીશો તો મેચ જીતીશો. લાસ્ટ મેચમાં અમે થોડું અલગ કોમ્બિનેશન ટ્રાય કર્યું હતું. પરંતુ તે બાદમાં ચેઝ કરી ગયા, તેનો મતલબ તે નથી કે અમારી બોલિંગ પ્રેશરમાં છે. 

2. પાકિસ્તાનની પેસ બોલિંગ હંમેશા મજબૂત રહી છે પરંતુ આ વખતે ભારતનો પેસ એટેક પણ દુનિયાના બેસ્ટ બોલિંગ એટેક્સમાંથી એક છે. તો શું તમને લાગે છે કે તેનાથી ભારતનું પલડું થોડુ ભારે થઈ જાય છે? બુમરાહને ફેસ કરવા માટે તમારી રણનીતિ શું રહેશે?
બાબર આઝમઃ દરેક એક ટીમની પોતાની સ્ટ્રેન્થ હોય છે. અમારી બોલિંગ શરૂઆતથી મજબૂત રહી છે. અમારા બોલર પાસે સારો અનુભવ છે. હું મારા બેસિક્સ, મારા પ્લાન પર રહુ છું. પ્રયાસ કરુ છું કે હું બોલ ફેકી શકુ. 

3. મેચ પહેલા પાકિસ્તાન ટીમનો કેપ્ટન હોવાને નાતે પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાહેબથી, જે વિશ્વકપ વિનિંગ ટીમના કેપ્ટન રહ્યા છે, તેનો કોઈ મેસેજ મળ્યો છે
બાબર આઝમઃ આવો કોઈ મેસેજ મળ્યો નથી. આવતા પહેલા અમારી મુલાકાત થઈ હતી. ત્યારે તેમણે પોતાનો અનુભવ જણાવ્યો હતો.

4. ભારતે તમને દર વખતે વિશ્વકપમાં હરાવ્યું છે. આ વખતે તમે શું અલગ કરવાના છો?
બાબર આઝમઃ ઈમાનદારીથી કહું તો જે પાછળ પસાર થઈ ગયું, તેના પર ફોકસ કરવાનું નથી. પ્રયાસ કરીશું કે અમારા 100% આપીએ, જે અમારી સ્ટ્રેન્થ છે, એબિલિટી છે.. ઓન ધ ડે તેને એપ્લાય કરીશું અને સારૂ ક્રિકેટ રમીશું. 

5. PCB ચેરમેન (રમીઝ રાજા) એ કાલે તમારી સાથે વીડિયો કોન્ફરન્સ કરી. તેમણે તમારો જુસ્સો વધારવા માટે શું કહ્યું?
બાબર આઝમઃ ચેરમેને તે કહ્યુ કે, તમે વસ્તુને જેટલી સિમ્પલ રાખશો, એટલું સારૂ છે. પોતાના પર વિશ્વાસ રાખો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news