કેમ પાકિસ્તાનનો વિરાટ કોહલી કહેવાય છે બાબર આઝમ? જન્મદિવસે જાણો ખાસ વાત

Babar Azam Birthday: વન ડે કરિયરની વાત કરીએ તો 92 મેચમાં 59.79ની સરેરાશથી 4664 રન બનાવ્યા છે. ટી 20માં બાબરે 92 મેચ રમ્યા છે.

કેમ પાકિસ્તાનનો વિરાટ કોહલી કહેવાય છે બાબર આઝમ? જન્મદિવસે જાણો ખાસ વાત

Birthday Special: પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન બાબર આઝમનો આજે જન્મદિવસ છે. એક સમયે તેમણે બૉલ બૉય તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી. પરંતુ હવે તેઓ દિગ્ગજોને પછડાટ આપી રહ્યા છે.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ આજે પોતાના 28મો જન્મદિવસ મનાવી રહ્યા છે. પાકિસ્તાનના આ ઓપનિંગ બેટ્સમેન આજે વનડેમાં પહેલા, ટેસ્ટ અને ટી 20 રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર છે. બાબર આઝમ તેના અંદાજના કારણે પાકિસ્તાનના વિરાટ કોહલી તરીકે ઓળખવામાં આવે છે. અને જન્મદિવસ પહેલા જ તેમણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. બાબર આઝમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 11 હજાર રન પૂર્ણ કરનાર એશિયાઈ બેટ્સમેન બની ગયા છે.

બાબર આઝમે ખૂબ જ ઓછા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ખાસ સ્થાન જમાવ્યું છે. અને એટલે જ તેની તુલના હાલના સમયના દિગ્ગજ ખેલાડીઓ સાથે થઈ રહી છે. 15 ઓક્ટોબર 1994ના દિવસે પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા બાબર આઝમ હાલ પાકિસ્તાન ક્રિકેટ ટીમની ત્રણેય ફોર્મેટમાં આગેવાની કરી રહ્યા છે. બાબર માત્ર 13 જ વર્ષની ઉંમરે ટીમમાં જોડાઈ ગયા હતા. વર્ષ 2007માં આઝમે દક્ષિણ આફ્રિકાની સામે બૉલ બૉય તરીકે પોતાની શરૂઆત કરી હતી.

બાબર આઝમના પસંદગીના બેટ્સમેન આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ છે. એક ઈન્ટરવ્યૂમાં બાબરે કહ્યું હતું કે, તેઓ એબી જેવા બનવા માંગે છે. આઝમ જ્યારે બૉલ બૉય હતા ત્યારે બાઉન્ડ્રી પર ઉભા રહીને ડિવિલિયર્સને નજીકથી જોતા હતા અને આખા મેચમાં બસ એમને જ જોતા રહેતા હતા. અને તેમના જેવા જ તેઓ બનવા માંગે છે.

બાબાર આઝમનું કરિયર અત્યાર સુધી ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમણે ટેસ્ટમાં 42 મેચોમાં 47.3ની સરેરાશથી 3122 રન બનાવ્યા છે. તો વન ડે કરિયરની વાત કરીએ તો 92 મેચમાં 59.79ની સરેરાશથી 4664 રન બનાવ્યા છે. ટી 20માં બાબરે 92 મેચ રમ્યા છે. જેમાં 43.66ની સરેરાશથી 3131 રન બનાવ્યા છે. પાકિસ્તાનને આઝમે અનેક મહત્વની મેચમાં જીત અપાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news