IND vs AUS: ધોનીના હોમગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાની ટીમે તોડ્યો પોતાનો જૂનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં 50 ઓવરમાં 313 રન ફટકાર્યા છે.
Trending Photos
રાંચીઃ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે જેએસસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહેલા ત્રીજા વનડે મેચમાં ભારતની સામે 314 રનનો પડકાર રાખ્યો છે. હવે ભારતે જીતવા માટે 314 રન બનાવવાના છે. અહીં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મહેમાન ટીમે નિર્ધારિત 50 ઓવરોમાં 5 વિકેટ ગુમાવીને 313 રન બનાવ્યા છે.
ખાસ વાત તે છે કે ઓસ્ટ્રેલિયાની ટીમે આ મેચમાં પોતાનો જૂનો રેકોર્ડ તોડી દીધો છે. નોંધનીય છે કે રાંચીના આ મેદાન પર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ 23 ઓક્ટોબર 2013ના એક વનડે મેચ રમી હતી. જેમાં કાંગારૂ ટીમે 8 વિકેટના નુકસાન પર 295 રન બનાવ્યા હતા. ભારતે જીતવા માટે 296 રનનો લક્ષ્ય હાસિલ કરવાનો હતો. પરંતુ વરસાદને કારણે આ મેચ રદ્દ થયો હતો. ટીમ ઈન્ડિયાએ 4.1 ઓવરમાં 27 રન બનાવ્યા હતા.
તો શ્રીલંકા વિરુદ્ધ ભારતે આ મેદાન પર 16 નવેમ્બર 2014ના રમાયેલી વનડેમાં સાત વિકેટ ગુમાવીને 288 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ મેચમાં શ્રીલંકાનો 2 રને પરાજય થયો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે 26 ઓક્ટોબર 2016ના સાત વિકેટના નુકસાન પર 260 રન બનાવ્યા હતા. જેના વિરુદ્ધ ભારતીય ટીમ 241 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
Usman Khawaja's maiden ODI century and 93 from Aaron Finch helps drive Australia to 313/5 in Ranchi - will it be enough to keep the series alive?#INDvAUS LIVE ➡️ https://t.co/rpA1O7saaO pic.twitter.com/CHWjkeXMy9
— ICC (@ICC) March 8, 2019
હવે છ વર્ષ બાદ રમાઈ રહેલા મેચમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 313 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ 113 બોલ પર 11 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 104 રન બનાવ્યા હતા. તો કેપ્ટન ફિન્ચે 99 બોલ પર 93 રન બનાવ્યા જેમાં 10 ફોર અને 3 સિક્સ સામેલ છે. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 193 રનની ભાગીદારી કરી જે આ મેદાન પર કોઈપણ વિકેટ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે