AUS OPEN 2020: શારાપોવા પ્રથમ રાઉન્ડમાં બહાર, નડાલ વાવરિંકા બીજા રાઉન્ડમાં પહોંચ્યા

પુરૂષ સિંગલ્સના અન્ય મુકાબલામાં સ્વિત્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકા, રૂસનો કરેન ખાચાનોવ, ઓસ્ટ્રિયાનો ડોમિનિક થિએમ અને ક્રોએશિયાના મારિન સિલિચે પણ જીત મેળવી છે. 2014ના ચેમ્પિયન વાવરિંકાએ બોસ્નિયાના દમિર જુમહુરને 7-5 6-7(4) 6-4 6-4 હરાવ્યો હતો.
 

AUS OPEN 2020: શારાપોવા પ્રથમ રાઉન્ડમાં બહાર, નડાલ વાવરિંકા બીજા રાઉન્ડમાં પહોંચ્યા

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપનમાં (australian open 2020) મંગળવારે 2008ની ચેમ્પિયન રૂસની મારિયા શારાપોવાએ પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે વાઇલ્ડકાર્ડથી ટૂર્નામેન્ટમાં આવી હતી. શારાપોવાને 19મી સીડ ધરાવતી ક્રોએશિયાની ડોના વેકિચે પરાજય આપ્યો હતો. વેકિચે આ મુકાબલો 6-3, 6-4થી પોતાના નામે કર્યો હતો. 32 વર્ષની શારાપોવા ડબ્લ્યૂટીએ રેન્કિંગમાં 145માં સ્થાને છે. બીજી તરફ પુરૂષ સિંગલ્સમાં વર્લ્ડ નંબર-1 રાફેલ નડાલે જીતની સાથે શરૂઆત કરી છે. તેણે બોલીવિયાના હુગો ડેનિયલને  6-2, 6-3, 6-0થી હરાવ્યો હતો. 

પુરૂષ સિંગલ્સના અન્ય મુકાબલામાં સ્વિત્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકા, રૂસનો કરેન ખાચાનોવ, ઓસ્ટ્રિયાનો ડોમિનિક થિએમ અને ક્રોએશિયાના મારિન સિલિચે પણ જીત મેળવી છે. 2014ના ચેમ્પિયન વાવરિંકાએ બોસ્નિયાના દમિર જુમહુરને 7-5 6-7(4) 6-4 6-4 હરાવ્યો હતો. ખાચાનોવે સ્પેનના મારિયો વિલેલા માર્ટિનેજને 4-6 6-4 7-6(4) 6-3થી તો થિએમે ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-3, 7-5, 6-2થી માત આપી હતી. તો સિલિચે ફ્રાન્સના કોરેન્ટિન માઉતેને 6-3, 6-2, 6-4થી હરાવ્યો હતો. 

શારાપોવા પર 2016માં 15 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો
શારાપોવા 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી. ત્યારબાદ તેના પર 15 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. તે પ્રતિબંધ બાદ પોતાના ટોપ ફોર્મમાં પરત ફરી શકી નથી. પાછલા વર્ષે તે ખભાની ઈજાને કારણે પણ ટેનિસ કોર્ટથી દૂર રહી હતી. શારાપોવા સતત ત્રીજા ગ્રાન્ડસ્લેમમાં પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે. આ પહેલા તે પાછલા વર્ષે યૂએસ ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં પણ બહાર થઈ ગઈ હતી. 

U-19 World Cup: ભારતની ઘાતક બોલિંગ, જાપાનને માત્ર 41 રનમાં કર્યું ઓલઆઉટ  

પ્લિસ્કોવાએ ફ્રાન્સની ક્રિસ્ટિના મલાડેનોવિચને હરાવી
બીજીતરફ વર્લ્ડ નંબર-2 મહિલા ખેલાડી ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસ્કોવાએ પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી છે. તેણે ફ્રાન્સની ક્રિસ્ટિના મલાડેનોવિચને 6-1, 7-5થી પરાજય આપ્યો હતો. પ્લિસ્કોવા અત્યાર સુધી ગ્રાન્ડસ્લેમ જીતી શકી નથી. તે 2016માં યૂએપ ઓપનની ફાઇનલમાં એન્જેલિક કર્બર વિરુદ્ધ હારી ગઈ હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news