IND vs AUS: બ્રિસ્બેન ટી-20 પહેલા જાણો ભારત અને ઓસ્ટ્રેલિયાના 10 રોમાંચક આંકડા
રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં 96 સિક્સ મારી છે. માત્ર ક્રિસ ગેલ (103) અને માર્ટિન ગુપ્લિટ (103) સિક્સ લાગવવાના મામલે તેનાથી આગળ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતે લગભગ બે મહિનાનો આસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત ટી-20 સીરીઝની સાથે થઇ રહી છે. પ્રથમ ટી-20 મેચ 21 નવેમ્બરે ગાબા, બ્રિસ્બેનમાં રમાવવાની છે. ભારતની હાલના ફોર્મને જોઇને કહી શકાય છે કે આ સીરીઝ જીતવા ભારતને મુશ્કેલી પડશે નહીં, પરંતુ સાથે જ આપણે એ પણ ધ્યાન રાખવુ જોઇએ કે ટી-20માં માત્ર ભારત અને પાકિસ્તાન જ ઓસ્ટ્રેલિયાથી આગળ છે.
જો ઓસ્ટ્રેલિયા ત્રણે મેચ જીતે છે તો તે બીજા રેકિંગ પર પહોંચી જશે. ભારતના પરફોર્મસ ટી-20માં જૂલાઇ 2017 બાદથી સતત સારૂં રહ્યું છે. ભારતીય ટીમે નવેમ્બર 2017થી અત્યાર સુધી 7 ટી-20 સીરીઝ જીતી છે. તેમને છેલ્લી વખત ટી-20 સીરીઝમાં જુલાઇ 2017માં વેસ્ટઇન્ડિઝને હરાવી હતી. ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતે ટી-20 સીરીઝ 3.0થી પોતાના નામે કરી હતી. જેના કારણે ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે.
આવો જોઇએ એક નજર તે આંકડા પર જે આ સીરીઝને રોમાંચક બનાવી શકે છે:
1. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 15 ટી-20 મેચ રમાઇ ગઇ છે. આ બધી મેચમાં ધોની અને રોહિત શર્મા ટીમમાં હતા. પરંતુ આ વખતે ધોની ટીમમાં નથી. આ પ્રથમ વખત હશે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વગર ધોનીએ ટી-20 રમશે.
2. ભારતે ઓસ્ટ્રેલિયામાં રમેલી છેલ્લી 4 મેચ જીતી છે. ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં 6 ટી-20 મેચ રમી છે. પ્રથમ બે મેચ ઓસ્ટ્રેલિયાએ મોટા અંતરથી જીતી હતી.
3. ઓસ્ટ્રેલિયાના કેપ્તાન એરોન ફિંચ ગત 5 ટી-20માં માત્ર 12 રન બનાવ્યા છે. ફિંચે 2018માં રમાઇ ચુકેલી 9 મેચમાં 464 રન બનાવ્યા છે, જેમાં રેકોર્ડેડ 172 રનની બેટિંગ પણ શામેલ છે.
4. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં રમેલી ટી-20માં સરેરાશ 25.72ની છે. આ કોઇપણ ટીમની સામે બીજી સૌથી ઓછી સરેરાશ છે. રોહિતે ઓસ્ટ્રેલિયાની સામે 15 ટી-20માં 283 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અર્ધશતક પણ શામેલ છે.
5. વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયામાં રમેલી ટી-20 મેચમાં સરરાશ 84ની છે. જે કોઇપણ ખેલાડી કરતા વધારે છે. કહોલીએ ઓસ્ટ્રેલિયાની સામે 5 ટી-20માં 252 રન બનાવ્યા છે. તેમાં ત્રણ અર્ધશતક પણ શામેલ છે.
6. રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં 96 સિક્સ મારી છે. માત્ર ક્રિસ ગેલ (103) અને માર્ટિન ગુપ્લિટ (103) સિક્સ લાગવવાના મામલે તેનાથી આગળ છે.
7. જો રોહિત શર્મા 65 રન બનાવે તો માર્ટિગ ગુપ્ટિલે ટી-20માં બનાવેલા 2271 રનના રોકર્ડ તોડી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.
8. ટી-20 ક્રિકેટ (ઘરેલૂ-ઇન્ટરનેશનલ)માં વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક 198 શિકાર કરી ચૂક્યો છે. જો તેણે વધુ બે ખેલાડિઓ આઉટ કર્યા તો 200 શિકાર કરનાર વિશ્વનો ચોથો વિકેટકીપર બની જશે.
9. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની સામે ટી-20માં 423 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં કોઇપણ ટીમની સામે બનાવેલા સૌથી વધારે રન છે. વિરાટ કોહલીએ તે પણ માત્ર 11 મેચમાં બનાવ્યા છે. તેની સરેરાશ 60.42ની છે. તેમાં તેણે 4 અર્ધશતક પણ લગાવ્યા છે. કોહલીએ 8 મેચમાં 96.5ની સરેરાશથી 389 રન બનાવ્યા જ્યારે અન્ય ત્રણ ટી-20 મેચમાં માત્ર 37 રન બનાવી શક્યો હતો.
10. દિનેશ કાર્તિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3000 રનથી માત્ર 12 રન દુર છે. કાર્તિકે વન્ડેમાં 1663, ટેસ્ટમાં 1025 અને ટી-20માં 300 રન બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે