શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, ત્રણ ખેલાડી બહાર

ભારત સામે ટેસ્ટ સિરીઝમાં પરાજય બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શોન માર્શ, મિશેલ માર્શ અને પીટર હૈંડ્સકોમ્બને શ્રીલંકા સામેની સિરીઝમાં ટીમમાંથી બહાર કરી દીધા છે. 
 

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, ત્રણ ખેલાડી બહાર

સિડનીઃ 24 જાન્યુઆરીથી શ્રીલંકા વિરુદ્ધ રમાનારી બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત થઈ ગઈ છે. 13 સભ્યોની ટીમમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. વાઇસ કેપ્ટન મિચેલ માર્શ, શોન માર્શ અને પીટર હૈંડ્સકોમ્બને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. આ સિવાય જો બર્ન્સ, મેટ રૈનશો અને વિલ પુલોવ્સકીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

ઓસ્ટ્રેલિયાએ હાલમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 2-1થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ટેસ્ટ સિરીઝમાં ટીમના બેટ્સમેનોએ ખૂબ નિરાશ કર્યા હતા અને તેનું પરિણામ છે કે શ્રીલંકા વિરુદ્ધ રમાનારી સિરીઝમાં આટલા ફેરફાર જોવા મળ્યા છે. 

ટીમની બોલિંગમાં કોઈ ફેરફાર થયા નથી. સ્ટાર્કની જે રીતે આલોચના થઈ રહી હતી ત્યારે લાગતું હતું કે, તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે, પરંતુ આમ થયું નથી.

ટીમમાં વિલ પુકોવ્સકી એકમાત્ર નવો ચહેરો છે, તો મેન રૈનશો અને બર્ન્સ ટીમમાં વાપસી કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા માટે આ ટેસ્ટ સિરીઝ ખૂબ મહત્વની છે, તેમાં સારૂ પ્રદર્શન કરીને ટીમ આત્મવિશ્વાસ પરત મેળવવા પ્રયત્ન કરશે. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ ઉપર પ્રતિબંધ લાગ્યા બાદ ટીમે નિરાશ કર્યા છે. 

આ સિવાય ટીમના મુખ્ય પસંદગીકારે તે વાતની જાહેરાત કરી કે પુકોવ્સકી, રૈનશો અને બર્ન્સ શ્રીલંકા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન વચ્ચે યોજાનારા ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં પણ રમશે. 

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ આ પ્રકારે છે
ટિમ પેન (કેપ્ટન તથા વિકેટકીપર), જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, માર્કસ હૈરિસ, માર્નસ લૈબુશૈન, જો બર્ન્સ, મૈટ રૈનશો, વિલ પુકોવ્સકી, મિશેલ સ્ટાર્ક, પીટર સિડલ, નાથન લાયન, પેટ કમિન્સ અને ઉસ્માન ખ્વાજા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news