હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી કોમામાં રહેલી મહિલા માતા બની, બાળક કોનું? જાણવા હવે થશે DNA ટેસ્ટ

અમેરિકાના એરિઝોના રાજ્યની રાજધાની ફિનિક્સની એક ખાનગી હોસ્પિટલમાં 10 વર્ષથી વધુ સમયથી કોમામાં સરી પડેલી મહિલાએ હાલમાં જ બાળકને જન્મ આપવાની ઘટના સામે આવ્યાં બાદ હવે હોસ્પિટલના તમામ પુરુષ કર્મચારીઓના ડીએનએ કરાવવા માટે પોલીસે સર્ચ વોરન્ટ જારી કર્યું છે. આ ઘટના બાદ હવે બાગ સ્વાસ્થ્ય કેન્દ્રના સીઈઓએ રાજીનામું આપી દીધુ છે. હાસિએન્ડા સ્વાસથ્ય કેન્દ્રએ કહ્યું કે તેઓ કર્મચારીઓના ડીએનએ કરાવવાની વાતનું સ્વાગત કરે છે. 

હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી કોમામાં રહેલી મહિલા માતા બની, બાળક કોનું? જાણવા હવે થશે DNA ટેસ્ટ

ફિનિક્સ: અમેરિકાના એરિઝોના રાજ્યની રાજધાની ફિનિક્સની એક ખાનગી હોસ્પિટલમાં 10 વર્ષથી વધુ સમયથી કોમામાં સરી પડેલી મહિલાએ હાલમાં જ બાળકને જન્મ આપવાની ઘટના સામે આવ્યાં બાદ હવે હોસ્પિટલના તમામ પુરુષ કર્મચારીઓના ડીએનએ કરાવવા માટે પોલીસે સર્ચ વોરન્ટ જારી કર્યું છે. આ ઘટના બાદ હવે બાગ સ્વાસ્થ્ય કેન્દ્રના સીઈઓએ રાજીનામું આપી દીધુ છે. હાસિએન્ડા સ્વાસથ્ય કેન્દ્રએ કહ્યું કે તેઓ કર્મચારીઓના ડીએનએ કરાવવાની વાતનું સ્વાગત કરે છે. 

કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે અમે આ ખુબ જ સંગીન અને અપ્રત્યાશિત સ્થિત  સંલગ્ન તમામ તથ્યોને ઉજાગર કરવા માટે ફિનિક્સ પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓનો સહયોગ  કરીશું. સ્થાનિક ન્યૂઝ વેબસાઈટ એઝફેમિલી ડોટ કોમ એ સૌથી પહેલા જાણકારી આપી હતી કે 10 વર્ષથી વધુ સમયથી કોમામાં સરી પડેલી મહિલાએ 29 ડિસેમ્બરે એક બાળકને જન્મ આપ્યો. તેની ઓળખ બહાર પાડવામાં આવી નથી. એ વાત પણ માલુમ નથી પડી કે તેનો કોઈ પરિવાર કે સંરક્ષક છે કે નહીં. 

બોર્ડના સભઙ્ય ગેરી ઓરમેને કહ્યું હતું કે સ્વાસ્થ્ય કેન્દ્ર આ ભયાનક સ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી નક્કી કરશે. ઓરમેને કહ્યું કે અમે અમારા દરેક દર્દી અને કર્મચારીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય કોશિશ કરીશું. આ મામલે હાસિએન્ડાના સીઈઓ બિલ ટિમોન્સે પણ સોમવારે 7 જાન્યુઆરીના રોજ રાજીનામું આપી દીધુ. 

પ્રવક્તા ડેવિડ લેબોવિટ્સે આ જાણકારી આપતા કહ્યું કે બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણયનો સ્વીકાર કર્યો. રાજ્યના ગવર્નર કાર્યાલયે પણ આ સ્થિતિને ખુબ જ પરેશાન કરનારી ગણાવી. ફિનિક્સ પોલીસે હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news