હાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને લાગ્યો મોટો ઝટકો, સ્લો ઓવર રેટ માટે લાગ્યો 40% દંડ, 4 WTC પોઈન્ટનું પણ નુકસાન

Australian squad fined: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પર ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટ માટે મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચાર પોઈન્ટ પણ કાપી લેવામાં આવ્યા છે. 
 

 હાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને લાગ્યો મોટો ઝટકો, સ્લો ઓવર રેટ માટે લાગ્યો  40% દંડ,  4 WTC પોઈન્ટનું પણ નુકસાન

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ પર ભારત વિરુદ્ધ મંગળવારે સમાપ્ત થટેલી ટેસ્ટમાં સ્લો ઓવર રેટને કારણે મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ચાર અંક કાપવામાં આવ્યા છે. આઈસીસી મેચ રેફરી ડેવિડ બૂનને જાણવા મળ્યું કે, ઓસ્ટ્રેલિયા ટીમે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી છે, ત્યારબાદ ટિમ પેનની ટીમને આ સજા સંભળાવવામાં આવી છે. 

ભારતે બીજી ટેસ્ટ આઠ વિકેટથી જીતી છે. આઈસીસીએ નિવેદનમાં કહ્યું, 'ખેલાડીઓ અને ખેલાડીઓના સહયોગી સ્ટાફ સાથે જોડાયેલી આચાર સંહિતાના નિયમ 2.22 અનુસાર, જે ન્યૂનતમ ઓવર ગતિ સાથે જોડાયેલ ગુનો છે, ખેલાડીઓ પર પોતાની ટીમના નિર્ધારિત સમયમાં પ્રત્યેક ઓવર ઓછી ફેંકવા માટે તેની મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવે છે.'

નિવેદન અનુસાર, 'આ સિવાય આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવાના નિયમ 16.11.2 અનુસાર ટીમ પર પ્રત્યેક ઓછી ઓવર ફેંકવા માટે બે પોઈન્ટનો દંડ ફટકારવામાં આવે છે. જેથી ઓસ્ટ્રેલિયાના કુલ ચાર અંક વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી કાપવામાં આવ્યા છે.' આઈસીસીએ કહ્યું, પેને ગુનો સ્વીકાર કરી લીધો અને જે પ્રસ્તાવિત સજા પણ સ્વીકારી લીધી છે તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નથી. 

આ આરોપ મેદાની અમ્પાયરો બ્રૂસ આક્સેનફોર્ડ અને પોલ રીફેલ, ત્રીજા અમ્પાયર પોલ વિલ્સન અને ચોથા અમ્પાયર ગેરાડ્ એબૂડે લગાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા (0.766) જીતેલા પોઈન્ટના આધાર પર હજુ ટોપ પર ચાલી રહ્યું છે, ત્યારબાદ (0.722) ભારત અને ન્યૂઝીલેન્ડ (0.625)નો નંબર આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news