AUS OPEN: ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેરેના વિલિયમ્સની સફર સમાપ્ત, સેમિફાઇનલમાં ઓસાકાએ હરાવી
અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. 40 વર્ષની સેરેના વિલિયમ્સને આ ટૂર્નામેન્ટમાં રેકોર્ડ 24મું ટાઇટલ જીતવાની આશા હતી. પરંતુ આ હાર બાદસેરેના વિલિયમ્સ ટેનિસને અલવિદા કહેશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે.
Trending Photos
મેલબોર્નઃ દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ (Serena Williams) નું ઓસ્ટ્રેલિયન ઓપન (AUS OPEN) માં રેકોર્ડ 24મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનું સપનું સમાપ્ત થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સેમિફાઇનલ મુકાબલામાં અમેરિકી દિગ્ગજને નાઓમી ઓસાકાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેરેના વિલિયમ્સની સફર સમાપ્ત થઈ ગઈ છે.
ઓસાકાએ મહિલા સિંગલની પ્રથમ સેમિફાઇનલમાં સેરેનાને 6-3, 6-4થી હરાવી છે. આ પહેલા 2018માં યૂએસ ઓપનની પ્રથમ સેમિફાઇનલમાં સેરેનાને હરાવનારી ઓસાકા ચોથીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી છે. આ સાથે તેણે પોતાના વિજય અભિયાનને 20 મેચો સુધી પણ પહોંચાડી દીધું છે.
જાપાનની ત્રીજા વરિયતા પ્રાપ્ત ઓસાકાએ પાછલા વર્ષે પણ યૂએસ ઓપન (US OPEN) નું ટાઇટલ જીત્યું હતું, તો 2019માં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બની હતી. તે શનિવારે ફાઇનલમાં અમેરિકાની જેનિફર બ્રાડી અને ચેક ગણરાજ્યની કારોલિના મુચોવા વચ્ચે રમાનાર બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.
સ્ટેડિયમમાં થઈ દર્શકોની વાપસી
ગુરૂવારે રોડ લેવર એરેનામાં દર્શકોની વાપસી થઈ છે. તેમને કોવિડ-19 લૉકડાઉનને કારણે પાંચ દિવસ સુધી સ્ટેડિયમમાં આવવાથી રોકવામાં આવ્યા હતા. સેરેના અને ઓસાકાની મેચ જોવા માટે 7000 લોકોને મંજૂરી આપવામાં આવી જે સ્ટેડિયમની ક્ષમતાથી અડધી છે.
આ હાર્ડકોર્ટ ટૂર્નામેન્ટમાં સૌથી ગરમ દિવસ હતો. તાપમાન 300 ડિગ્રી પર પહોંચી ગયું હતું અને તેવામાં ઓસાકાની શરૂઆત સારી ન રહી. તેણે ભૂલ કરી જેથી સેરેના પ્રથમ સેટમાં 2-0થી આગળ થઈ ગઈ હતી. ઓસાકાના વધુ એક ડબલ ફોલ્ટથી સેરેનાની પાસે બ્રેક પોઈન્ટ લઈને 3-0ની લીડ બનાવવાની તક હતી પરંતુ તે ચુકી ગઈ અને ત્યારબાદ જાપાની ખેલાડીએ દમદાર વાપસી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે