સ્ક્વોશઃ જોશના અને સૌરવ ઘોષાલ બન્યા એશિયન ચેમ્પિયન, બંન્નેએ 42-42 મિનિટમાં જીત્યા મુકાબલા
જોશના ચિનપ્પા મલેશિયાની નિકોલ ડેવિડ બાદ એશિયન સ્ક્વોશ ચેમ્પિયનશિપનું ટાઇટલ જાળવી રાખનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.
Trending Photos
ક્વાલાલંપુરઃ સૌરવ ઘોષાલ એશિયન સ્ક્વોશ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બની ગયો છે. વર્લ્ડ નંબર-10 સૌરવ ઘોષાલે રવિવારે રાત્રે અહીં ચેમ્પિયનશિપનું પુરુષ સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ટોપ સીડ સૌરવે 42 મિનિટ સુધી ચાલેલા ફાઇનલ મુકાબલામાં વર્લ્ડ નંબર-4 યુ ચુન મિંગને હરાવ્યો હતો. સૌરવ સિવાય ડિફેન્ડિંગ ચેમ્પિયન જોશના ચિનપ્પાએ પણ ટાઇટલ જીતીને મહિલા સિંગલ્સમાં પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું છે. તે મલેશિયાની નિકોલ ડેવિડ બાદ આ ટાઇટલ જાળવી રાખનાર પ્રથમ ખેલાડી છે.
સૌરવ ઘોષાલે રવિવારે રમાયેલા ફાઇનલમાં લીયો યુ ચુન મિંગને 11-9, 11-2, 11-8થી પરાજય આપ્યો હતો. તેને આ મેચ જીતવામાં માત્ર 42 મિનિટનો સમય લાગ્યો હતો. રસપ્રદ વાત છે કે ભારતની જોશના ચિનપ્પાને પણ મહિલા સિંગલ્સનો ફાઇનલ જીતવામાં 42 મિનિટ લાગી હતી. ચિનપ્પાએ સતત બીજીવાર આ ટાઇટલ જીત્યું છે.
જોશના ચિનપ્પાએ મહિલા સિંગલ્સના ફાઇનલમાં વર્લ્ડ નંબર-11 હોંગકોંગની એની એયૂને 1-5, 6-11, 11-8, 11-6થી હરાવી હતી. ચેન્નઈની જોશનાએ આ મેચ જીતવા માટે 42 મિનિટનો સમય લીધો હતો. 32 વર્ષીય જોશના નવ વખતની ચેમ્પિયન નિકોલ ડેવિડ બાદ તે ટાઇટલ જાળવી રાખનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. એશિયન સ્ક્વોશ ફેડરેશનના અધ્યક્ષ ડેવિડ મુઈએ વિજેતા ખેલાડીઓને એએફએફ ચેલેન્જ ટ્રોફી અર્પણ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે