Asian Games 2018: રોમાંચક મુકાબલામાં ગોલ્ડ મેડલ ચૂકી ભારતીય પુરૂષ આર્ચરી ટીમ

ભારતની પુરૂષ તીરંદાજી ટીમ કમ્પાઉન્ડ સ્પર્ધાના ફાઇનલમાં બીજીવાર ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. ભારતને દક્ષિણ કોરિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં પરાજય મળ્યો હતો. 

 Asian Games 2018: રોમાંચક મુકાબલામાં ગોલ્ડ મેડલ ચૂકી ભારતીય પુરૂષ આર્ચરી ટીમ

જકાર્તાઃ ભારતીય પુરૂષ આર્ચરી ટીમને કમ્પાઉન્ડ સ્પર્ધાનો સિલ્વર મેડલ મળ્યો છે. ભારતીય પુરૂષ ટીમને ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે શૂટઓફમાં હાર મળી હતી. 2014માં ઇંચિયોનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કમ્પાઉન્ડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત અને દક્ષિણ કોરિયાનો સ્કોર ચાર સેટો બાદ 229-229થી બરાબર હતો. શૂટઓફમાં પણ ભારતે દક્ષિણ કોરિયાને શાનદાર ટક્કર આપી, પરંતુ વિરોધી ટીમના તીર સેન્ટર સર્કલમાં વધુ હતા અને આ કારણે દક્ષિણ કોરિયાએ ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો હતો. 

ભારત અને કોરિયા વચ્ચે કાંટાની ટક્કર
પ્રથમ સેટમાં તમામ છ નિશાન 10 પર લગાવીને ભારતીય પુરૂષ ટીમે 60-56ની લીડ મેળવી હતી. પરંતુ બીજા સેટમાં ભારતીય ખેલાડીઓ આ પ્રદર્શનને રીપિટ ન કરી શક્યા અને 58-53થી પાછળ રહ્યાં. બંન્ને ટીમોનો સ્કોર બે સેટ બાદ 114-114 હતો. ત્રીજા સેટમાં ભારતીય ટીમે સારૂ પ્રદર્શન કરીને 58-56થી જીત મેળવી અને કુલ સ્કોર 172-170 કરી દીધો. 

શૂટઓફમાં સ્કોર રહ્યો 229-229
ભારતીય ટીમનો ચોથા સેટમાં કોરિયા વિરુદ્ધ 59-57થી પરાજય થયો. તેવામાં બંન્ને ટીમનો સ્કોર 229-229થી બરોબર થઈ ગયો હતો. બંન્ને ટીમો શૂટ ઓફમાં પહોંચી હતી. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ રોમાંચક થઈ ગયો હતો. દક્ષિણ કોરિયાએ  શૂટઓફમાં પ્રથમ નિશાન 10 પર લગા્યું, જ્યારે ભારતનું પ્રથમ નિશાન 9 પર લાગ્યું. કોરિયન ટીમનું બીજુ નિશાન 9 પર અને ભારતે બીજુ નિશાન 10 પર લગાવ્યું હતું. 

— SAIMedia (@Media_SAI) August 28, 2018

દક્ષિણ કોરિયાનું ત્રીજુ  નિશાન 10 પર લાગ્યું અને ભારત માટે અર્જુન પુરસ્કાર વિજેતા રજત ચૌહાણે 10 પર નિશાન લગાવ્યું. બંન્ને ટીમો ફરી બરોબરી પર આવી ગઈ હતી. અંતિમ નિર્ણયમાં દક્ષિણ કોરિયાના તીર સેન્ટર સક્રલમાં વધુ નિકળ્યા અને આ કારણે તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. તો ભારતને સિલ્વરથી સંતોષ કરવો પડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news