Asian Champions Trophy: ભારતનું દમદાર પ્રદર્શન, જાપાનને 6-0થી હરાવ્યું
Asian Champions Trophy India vs Japan: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ મુકાબલામાં જાપાનને 6-0થી પરાજય આપ્યો છે.
Trending Photos
ઢાકાઃ ભારતીય ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-2021માં પોતાની અંતિમ લીગ મેચમાં જાપાનને 6-0થી કારમો પરાજય આપ્યો છે. ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ ટીમે મનદીપ સિંહની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેણે દરેક વિભાગમાં ડોમિનેટ કર્યુ હતું. ખાસ કરીને ગોલકીપર સૂરજ કરકેરાએ સાવચેતી સાથે અનેક તક બચાવી અને જાપાનના ગોલ કરવાના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
પાકિસ્તાન વિરુદ્ધ બે ગોલ કરનાર હરમનપ્રીત સિંહે અહીં પણ દમદાર પ્રદર્શન કરતા બે ગોલ કર્યા હતા. દિલપ્રીત સિંહ, જરમનપ્રીત સિંહ, સુમીત અને શમશેરના નામે એક-એક ગોલ રહ્યો હતો. આ રીતે ભારતીય ટીમે ટોપ પર રહેતા લીગ રાઉન્ડ સમાપ્ત કર્યો છે. ભારત અને જાપાન વચ્ચે છેલ્લે ટોક્યો ઓલિમ્પિકમાં ટક્કર થઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ 5-3થી જીત મેળવી હતી.
10મી મિનિટમાં હરમનપ્રીતે કર્યો પ્રથમ ગોલ
ટીમ ઈન્ડિયાએ પ્રથમ હાફમાં સારી શરૂઆત કરી. તેણે આક્રમક હોકી રમતા 10 મિનિટમાં 3 પેન લ્ટી કોર્નર મેળવ્યા અને એક ગોલ કર્યો હતો. 10મી મિનિટમાં મળેલા પેનલ્ટી કોર્નર પર હરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. આ સાથે જાપાન પર 1-0ની લીડ મેળવી લીધી હતી. આ ક્વાર્ટરમાં જાપાનને પણ તક મળી પરંતુ તેના ખેલાડીઓ ગોલ કરી શક્યા નહીં.
પછી થયો ગોલનો વરસાદ
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજીવિત રહેનાર ભારત માટે બીજો ગોલ દિલપ્રીત સિંહે કર્યો હતો. 23મી મિનિટમાં તેણે શાનદાર હિટ લગાવી બોલ ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો હતો. જરમનપ્રીત સિંહે 34મી મિનિટમાં ભારત માટે ત્રીજો ગોલ કર્યો. આ ફીલ્ડ ગોલ હતો. ત્યારબાદ સુમિતે 46મી, હરમનપ્રીતે 53મી અને શમશેરે 54મી મિનિટમાં બોલ કરી ટીમનો સ્કોર 6-0 કરી દીધો હતો. આ રીતે છેલ્લા ક્વાર્ટરમાં ભારતે 3 ગોલ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિકના ઐતિહાસિક અભિયાન બાદ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ રમી રહેલી ભારતીય ટીમે શરૂઆતી મેચમાં કોરિયાને 2-2થી બરોબરી પર રોક્યુ હતું. ટીમે ત્યારબાદ શાનદાર વાપસી કરી અને બાંગ્લાદેશને 9-0થી પરાજય આપ્યો હતો. શુક્રવારે ભારતે પાકિસ્તાનને 3-1થી પરાજય આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે