Asia Cup 2023: સુપર-4 ની મેચ વરસાદના કારણે થશે રદ? હવામાન વિભાગે જાહેર કર્યું અપડેટ
SL vs BAN Weather: હાલમાં એશિયા કપ-2023 (Asia Cup-2023) માં સુપર-4 રાઉન્ડ ચાલી રહ્યો છે. આ રાઉન્ડની બીજી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે કોલંબોમાં રમાવાની છે. આ પહેલા વરસાદ અને હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
Trending Photos
Sri Lanka vs Bangladesh, Rain Prediction: મહાદ્રીપીય ક્રિકેટ ટુર્નામેન્ટ એશિયા કપ (Asia Cup-2023)માં હાલમાં સુપર-4 રાઉન્ડ ચાલી રહ્યો છે. આ રાઉન્ડની બીજી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ (SL vs BAN) વચ્ચે કોલંબોમાં રમાવાની છે. આ પહેલા વરસાદ અને હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
સુપર-4ની બીજી મેચ
સુપર-4 રાઉન્ડની બીજી મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ આમને સામને થશે. આ મેચ આજે એટલે કે 9 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. જે પણ ટીમ જીતશે તેની ફાઇનલમાં પહોંચવાની તકો વધુ વધી જશે. આ દરમિયાન વરસાદ અને હવામાનને લઈને એક મોટું અપડેટ બહાર આવ્યું છે જે ક્રિકેટ ચાહકોને થોડો નિરાશ કરી શકે છે.
હવામાન વિભાગે આપ્યું અપડેટ
એશિયા કપમાં અત્યાર સુધી વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઘણી વિક્ષેપ સર્જાયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ ગ્રુપ લેવલની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને અનિર્ણિત રહી હતી. હવે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપની સુપર-4 મેચને લઈને એક અપડેટ છે. વરસાદને કારણે આ મેચ પણ પ્રભાવિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી કેન્ડી, દાંબુલા અને કોલંબો સહિત શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે એશિયા કપની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાવવાની છે.
90 ટકા છે ચાન્સ
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે શરૂ થવાની છે પરંતુ વરસાદ તેમાં અવરોધ ઉભો કરી શકે છે. કોલંબોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સતત વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 9 સપ્ટેમ્બરે 90% વરસાદની આગાહી કરી છે. Weather.com ના અહેવાલ મુજબ, 9 સપ્ટેમ્બરે દિવસભર વાવાઝોડાની સંભાવના છે. એટલું જ નહીં સમગ્ર દિવસ દરમિયાન 78 થી 94 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે