Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, જાણો કોને ન મળ્યું સ્થાન

Indian Squad for Asia Cup 2023: એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 17 સભ્યોવાળી આ ટીમને કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ટીમમાં કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે.

Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, જાણો કોને ન મળ્યું સ્થાન

 એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 17 સભ્યોવાળી આ ટીમને કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ટીમમાં કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે.ટીમમાં એક પ્લેયરની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. વર્લ્ડ કપ 2023ને જોતા આ ટુર્નામેન્ટ ખુબ મહત્વની રહેશે. આવામાં સિલેક્ટર્સે એક મજબૂત ટીમને એશિયા કપ માટે પસંદ કરી છે.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપમાં પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ રમશે. આ મેચ પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકાના કેન્ડીમાં થશે. ત્યારબાદ ભારતીય ટીમ બીજી ગ્રુપ મેચ નેપાળ વિરુદ્ધ 4 સપ્ટેમ્બરના રોજ મરશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, અને નેપાળ એક જ ગ્રુપમાં છે. અત્રે જણાવવાનું કે એશિયા કપ પાકિસ્તાનની મેજબાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે. 

એશિયા કપ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કે એલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, જ્યારે સંજુ સેમસનને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે. 

Traveling stand-by…

— BCCI (@BCCI) August 21, 2023

આ ખેલાડીઓની ટીમમાં વાપસી
ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ જસપ્રીત બુમરાહ, કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે. આ ત્રણેય ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા. બુમરાહે આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં વાપસી કરી હતી. જ્યારે કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યર એશિયા કપમાં રમતા જોવા મળશે. 

આ 6 ટીમ વચ્ચે રમાશે એશિયા કપ
આ વખતે એશિયા કપમાં લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ મળીને કુલ 13 મેચ રમાશે. આ મેચોમાંથી 4 મેચ પાકિસ્તાનમાં રમાશે. જ્યારે ફાઈનલ સહિત બાકી 9 મેચ શ્રીલંકામાં રમાશે. એશિયા કપમાં આ વખતે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન ને નેપાળની ટીમો રમી રહી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળની ટીમ એક ગ્રુપમાં છે. જ્યારે બીજા ગ્રુપમાં ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. જો ભારતીય ટીમ ફાઈનલ સુધી પહોંચે તો તે ટુર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. આ વખતે એશિયા કપ વનડે ફોર્મેટમાં થઈ રહ્યો છે. આવામાં આટલી મેચ રમવી એ વર્લ્ડ કપને ધ્યાનમાં લેતા ટીમ માટે સારી વાત ગણાશે. 

આ સિલેક્શન કમિટીએ પસંદ કરી ટીમ
પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત આગરકરના નેતૃત્વમાં શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલીલ અંકોલા, અને શ્રીધરન શરથની કમિટીએ ટીમ પસંદ કરી છે. સિલેક્શન મીટિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પણ સામેલ થયા હતા. 

ભારતે ક્યારે ક્યારે જીત્યો એશિયાકપ

1984: વનડે ફોર્મેટ
1988: વનડે ફોર્મેટ
1990: વનડે ફોર્મેટ
1995: વનડે ફોર્મેટ
2010: વનડે ફોર્મેટ
2016: ટી 20 ફોર્મેટ
2018: વનડે ફોર્મેટ

શ્રીલંકા બીજા નંબરે છે. જે 6 વખત એશિયા કપ જીત્યું છે. શ્રીલંકાએ 1986, 1997, 2004, 2008, 2014, 2022 માં જીત મેળવી હતી. પાકિસ્તાન બે વાર એશિયા કપ જીત્યું છે. 2000 અને 2012માં. 

એશિયા કપનું શિડ્યુલ

30 ઓગસ્ટ- પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ- મુલ્તાન
31 ઓગસ્ટ- બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા- કેન્ડી
2 સપ્ટેમ્બર- ભારત વિરુદ્ધ પાકિસ્તાન- કેન્ડી
3 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન- લાહોર
4 સપ્ટેમ્બર- ભારત વિરુદ્ધ નેપાળૃ કેન્ડી
5 સપ્ટેમ્બર- શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન - લાહોર
6 સપ્ટેમ્બર - A1 Vs B2 - લાહોર
9 સપ્ટેમ્બર - B1 vs B2  કોલંબો 
10. સપ્ટેમ્બર- A1 vs A2 - કોલંબો
12 સપ્ટેમ્બર-  A2 vs B1 - કોલંબો
14 સપ્ટેમ્બર- A1 vs B1 - કોલંબો
15 સપ્ટેમ્બર-  A2 vs B2 - કોલંબો
17 સપ્ટેમ્બર- ફાઈનલ- કોલંબો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news