રોહન જેટલી બન્યા DDCA અધ્યક્ષ, દિલ્હી ક્રિકેટની કમાન હવે તેમના હાથમાં


દિવંગત પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશન  (DDCA) બિનહરીફ અધ્યક્ષ ચૂંટાયા છે.

રોહન જેટલી બન્યા  DDCA અધ્યક્ષ, દિલ્હી ક્રિકેટની કમાન હવે તેમના હાથમાં

નવી દિલ્હીઃ દિવંગત પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશન  (DDCA) બિનહરીફ અધ્યક્ષ ચૂંટાયા છે. તેઓ 30 જૂન, 2021 સુધી આ પદ પર યથાવત રહેશે. બાકી પાંચ પદાધિકારીઓ માટે ચૂંટણી 5,6 અને 8 નવેમ્બરે થશે અને 9 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. 

રોહન જેટલીની સામે જે વ્યક્તિએ પોતાની દાવેદારી રાખી હતી, તેમણે પોતાનું ઉમેદવારી પત્ર પરત લઈ લીધું છે. રોહનને ડીડીસીએના બાકી જૂથોનું સમર્થન પ્રાપ્ત હતું. આ કારણે તેઓ બિનહરીફ ડીડીસીએ અધ્યક્ષ ચૂંટાયા છે. 

ઉલ્લેખનીય છે કે ડીડીસીએનું અધ્યક્ષ પદ પાછલા વર્ષે નવેમ્બરથી ખાલી હતું. રજત શર્માએ જૂથવાદને કારણે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમને જૂન-જુલાઈ 2018મા ભારે બહુમત સાથે ચૂંટવામાં આવ્યા હતા. 

મુથૈયા મુરલીધરને જણાવ્યું તમિલનાડુમાં કેમ થઇ રહ્યો છે તેમની બાયોપિક '800'નો વિરોધ

ઉમેદવારી નોંધાવ્યા બાદ રોહને કહ્યુ હતુ, 'હું દિલ્હી ક્રિકેટના સારા માટે કામ કરવા ઈચ્છીશ અને દરેક પાસે આ કરવાનું પસંદ કરીશ. વકીલ રોહને કહ્યુ- મને મુકાબલાથી કોઈ મુશઅકેલી નથી. આ લોકતાંત્રિક પ્રક્રિયા માટે સારૂ છે.'

રોહન જેટલીને ડીડીસીએના બે મોટા ગ્રુપ )વિનોદ તિહારા ગ્રુપ અને સીકે ખન્ના ગ્રુપ)નું સમર્થન હાસિલ હતું. તેવામાં તેમની તાજપોશી નક્કી માનવામાં આવી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news