World Cup 2019 : વર્લ્ડ કપ જીતનાર આ કેપ્ટને આપ્યું પોતાના દેશની ટીમનું નાક કાપતું નિવેદન
1996માં પોતાની ટીમને ચેમ્પિયન બનાવનાર અર્જુન રણતુંગેએ પોતાના દેશની ટીમ માટે નકારાત્મક ભવિષ્યવાણી કરી છે
Trending Photos
કોલંબો : શ્રીલંકાને 1996માં વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર અર્જુન રણતુંગેનું માનવું છે કે તેમના દેશની ટીમ ICC World Cup 2019નો પહેલો રાઉન્ડ પણ પાર નહીં કરી શકે. આ દિગ્ગજ ક્રિકેટરે નિવેદન આપતા કહ્યું છે કે તેમના દેશના ક્રિકેટ બોર્ડમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને ખેલાડીઓની અનુશાસનહીનતાને કારણે આવું થઇ શકે છે. આગામી વર્લ્ડ કપ 30મેના દિવસથી ઇંગ્લેન્ડમાં રમાવાનો છે.
શ્રીલંકાએ અર્જુન રણતુંગા (Arjuna Ranatunga)ની કેપ્ટનશીપમાં 1996નો વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રીલંકાની ટીમ આ સિવાય 2007 અને 2011માં વિશ્વકપના ફાઇનલમાં પહોંચી હતી. 1996ની ફાઇનલમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું જ્યારે 2007માં તે ઓસ્ટ્રેલિયાથી તેમજ 2011માં ભારતથી હારી ગયું હતું.
શ્રીલંકાની ટીમનું પ્રદર્શન છેલ્લા એક દિવસથી બહુ ખરાબ છે. તેણે 2018માં 17 મેચોમાંથી માત્ર 6 મેચ જીતી હતી. શ્રીલંકાની ટીમના ખરાબ પ્રદર્શનની અસર એના રેન્કિંગ પર પણ પડી છે. હાલમાં તે રેન્કિંગના આઠમા સ્થાન પર છે. નબળી ગણાતી બાંગ્લાદેશની ટીમ પણ શ્રીલંકા કરતા પણ સારી સ્થિતિમાં છે. ટેસ્ટ ટીમોમાં માત્ર વેસ્ટ ઇન્ડિઝ, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયરલેન્ડનું વન ડે રેન્કિંગ જ શ્રીલંકાથી ઓછું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે