આ એક ભૂલને કારણે જાડેજા ક્યારેય નહીં પહેરી શકે ટીમ ઈન્ડિયાની જર્સી? BCCI લઈ શકે છે એક્શન!

Ravindra Jadeja: હાલમાં જ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના પર એવા આક્ષેપો કર્યા છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે BCCI જાડેજા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. 

આ એક ભૂલને કારણે જાડેજા ક્યારેય નહીં પહેરી શકે ટીમ ઈન્ડિયાની જર્સી? BCCI લઈ શકે છે એક્શન!

Ravindra Jadeja: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત 2009માં શ્રીલંકા પ્રવાસ પર કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે પોતાની 15 વર્ષની લાંબી કારકિર્દીમાં ભારતીય ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ અનુભવી ઓલરાઉન્ડરે પોતાના પ્રદર્શનથી 2013માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 

પરંતુ હાલમાં જ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના પર એવા આક્ષેપો કર્યા છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે BCCI જાડેજા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. આટલું જ નહીં, જડ્ડુ પર ટીમ ઈન્ડિયા તરફથી રમવા પર કાયમ માટે પ્રતિબંધ લાગી શકે છે. અગાઉ, મોહમ્મદ શમી પર તેમની પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે BCCI દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય જ્યારે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર ટોક શોમાં જવા અને મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બધી વાતોને જોતા રવિન્દ્ર જાડેજા પર મોટું એક્શન લેવાઈ શકે છે.

રવિન્દ્ર જાડેજા પર લાગ્યા છે ગંભીર આરોપો  
વાસ્તવમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના પુત્ર રવિન્દ્ર જાડેજા પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે રવિન્દ્ર તેમનાથી અલગ રહે છે. આટલું જ નહીં, જડ્ડુ પર તેમના પિતાની કાળજી ન લેવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. જડ્ડુના પિતાએ તો ત્યાં સુધી કહ્યું કે રવિન્દ્ર જાડેજા ક્રિકેટર ન બન્યો હોત તો સારું થાત. અનિરુદ્ધ સિંહ જાડેજાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજાની ખૂબ ટીકા થઈ રહી છે. ઘણા સમર્થકો જડ્ડુ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઓલરાઉન્ડર હાલ હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ હેઠળ છે.

Ravindra Jadeja પર લાગશે પ્રતિબંધ
રવિન્દ્ર જાડેજાના પિતાજી દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ ઘણા ભારતીય ક્રિકેટ સમર્થક સોશિયલ મીડિયા પર BCCI પાસે એવી માંગ કરી રહ્યા છે કે તે જાડેજા પર આજીવન પ્રતિબંધ લગાવી દે. રવિન્દ્ર જાડેજા પહેલા વર્ષ 2018 માં BCCI એ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને પછી તે જ વર્ષના અંતમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ શમી પર તેમની પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર ટોક શોમાં જવા અને મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news