Tulsi Upay: તુલસીમાં આ વસ્તુઓ ચઢાવનારથી ક્યારેય નારાજ નથી રહેતા માં લક્ષ્મી, વ્યક્તિને બનાવે છે કરોડપતિ

Tulsi Upay: શાસ્ત્રોમાં નિયમિત રીતે તુલસીની પૂજા કરવાનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં દર્શાવ્યું છે. તેની સાથે તુલસીના છોડમાં જો તમે કેટલીક વસ્તુઓ અર્પણ કરો છો તો તેનાથી ઘરમાં ધનની આવક વધે છે.

Tulsi Upay: તુલસીમાં આ વસ્તુઓ ચઢાવનારથી ક્યારેય નારાજ નથી રહેતા માં લક્ષ્મી, વ્યક્તિને બનાવે છે કરોડપતિ

Tulsi Upay: હિન્દુ ધર્મના સૌથી પવિત્ર છોડમાંથી એક એવો તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસી ના છોડમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. સૌથી પવિત્ર અને શુભ મનાતા તુલસીના છોડની નિયમિત રીતે પૂજા અર્ચના કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. જે ઘરમાં રોજ તુલસીની પૂજા થાય છે તે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીના છોડમાં કેટલીક વસ્તુ ચઢાવવામાં આવે તો માં લક્ષ્મીની કૃપા હંમેશા ઘર પર રહે છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેથી જ નિયમિત રીતે તુલસીની પૂજા કરવાનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં દર્શાવ્યું છે. પરંતુ તુલસીના છોડમાં જો તમે કેટલીક વસ્તુઓ અર્પણ કરો છો તો તેનાથી ઘરમાં ધનની આવક વધે છે.

નિયમિત જળ અર્પણ કરો

તુલસીના છોડમાં રોજ જળ અર્પણ કરવું જોઈએ. સવારના સમયે સ્નાન કરીને તુલસીના છોડમાં જળ અર્પણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

ઘીનો દીવો

જો ઘરમાં તુલસીનો છોડ હોય તો સવારે તેની પૂજા કરી સંધ્યા સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરવો જોઈએ. સૂર્યાસ્ત પછી ઘર માં તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરવાથી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

શેરડીનો રસ

તુલસીના છોડને સૌથી શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ વધે તે માટે તુલસીના છોડની પૂજા કરો ત્યારે તેમાં શેરડીનો રસ અર્પણ કરવો જોઈએ. 

કાચું દૂધ

તુલસીના છોડની પૂજા કરતી વખતે તેમાં કાચું દૂધ અર્પણ કરવું પણ શુભ ગણાય છે. આમ કરવાથી માં લક્ષ્મી વ્યક્તિ પર પ્રસન્ન થાય છે અને તેના ઘરમાં ધન ધાન્ય વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news