Mukesh Ambani New Deal: પાન પસંદ અને કોફી બ્રેક ટોફી વેચશે અંબાણી! કેમ્પા કોલા બાદ હવે આ કંપની ખરીદી

Reliance Ravalgaon Deal: રાવલગાંવ બ્રાન્ડને ખરીદતા પહેલા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે કેમ્પા કોલા ખરીદી હતી. ત્યારબાદ કંપનીએ તેના બિઝનેસનો વિસ્તાર કર્યો અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક અને જ્યુસ ઉત્પાદક, સોસ્યો હઝુરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો લીધો હતો.

Mukesh Ambani New Deal: પાન પસંદ અને કોફી બ્રેક ટોફી વેચશે અંબાણી! કેમ્પા કોલા બાદ હવે આ કંપની ખરીદી

Pan Pasand Candy: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની પાન પસંદ (Pan Pasand) અને કોફી બ્રેક (Coffee Break) ટોફી પણ વેચશે. પોતાનું સામ્રાજ્ય વિસ્તારતા અંબાણીએ વધુ એક કંપનીની ડીલને ક્રેક કરી લીધી છે. નવા કરાર અંતગર્ત રિલાયન્સ રિટેલની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (RCPL) એ રાવલગાંવ સુગર ફાર્મ (Ravalgaon Sugar Farm)નો કન્ફેક્શનરી બિઝનેસ હસ્તગત કર્યો છે. કરાર અંતગર્ત રાવલગાંવ સુગર ફાર્મના ટ્રેડમાર્ક, રેસિપી અને ઇંટલેક્ચુઅલ પ્રોપર્ટીના અધિકારો રિલાયન્સ પાસે આવી ગયા છે.

સોફ્ટ ડ્રિંક ફરીથી બજારમાં ઉતારવામાં આવ્યું હતું
શુક્રવારે રાવલગાંવ દ્વારા કરવામાં આવેલી એક્સચેન્જ ફાઇલિંગમાં ડીલ સંબંધિત માહિતી આપવામાં આવી હતી. આ ડીલ 27 કરોડ રૂપિયામાં થઈ છે. ગયા વર્ષની શરૂઆતમાં રિલાયન્સે તેના FMCG બિઝનેસને વિસ્તારવા માટે કેમ્પા કોલા બ્રાન્ડ હસ્તગત કરી હતી. બાદમાં તેનું સોફ્ટ ડ્રિંક ત્રણ અલગ-અલગ ફ્લેવરમાં બજારમાં ફરીથી લોન્ચ કરવામાં આવ્યું હતું. RCPL ટેકઓવર અને ભાગીદારી દ્વારા બજારમાં તેની સ્થિતિને સતત મજબૂત બનાવી રહી છે.

82 વર્ષ જૂની રાવલગાંવ બ્રાન્ડ
રાવલગાંવના નવા કરાર હેઠળ રિલાયન્સ કન્ઝ્યુમરનો FMCG પોર્ટફોલિયો વધશે. જેમાં કેમ્પા, ટોફીમેન અને રુસિક જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. આનાથી ગ્રાહકો વધુ ઉત્પાદનો મેળવી શકશે. 82 વર્ષીય રાવલગાંવ બ્રાન્ડમાં પાન પસંદ અને કોફી બ્રેક જેવા નવ કન્ફેક્શનરી લેબલ છે. FMCG કંપનીઓમાં તેમની પકડ મજબૂત કરવા માટે જબરદસ્ત સ્પર્ધા છે. આ જોતાં રિલાયન્સ પ્રોડક્ટ પોર્ટફોલિયો વધારવા પર ધ્યાન આપી રહી છે.

નવી ડીલ અંગે રિલાયન્સ કન્ઝ્યુમર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. રાવલગાંવએ આ પગલું અનઓર્ગેનાઇઝ્ડ ઇંડસ્ટ્રી પ્લેયર્સ વચ્ચે વધતી સ્પર્ધા અને ઘટતા બજાર હિસ્સા વચ્ચે ઉઠાવ્યું છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ રિટેલ એ ઝડપથી વિકસતી કન્ઝ્યુમર ગુડ્સ કંપની છે. અગાઉ, RCPL એ ગુજરાત સ્થિત કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ અને જ્યુસ ઉત્પાદક સોસ્યો હઝુરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news